નોટિંઘમ,તા.૧૨
વર્લ્ડ કપમાં પોતાની બંને મેચો જીતીને ટીમ ઇન્ડિયાનાં ઇરાદાઓ બુલંદ છે. દક્ષિણ આફ્રિકા અને પછી આૅસ્ટ્રેલિયાને હરાવીને વિરાટની આગેવાનીવાળી ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. જા કે ગુરૂવારનાં નાટિંઘમનાં ટ્રેન્ટ બ્રિજમાં થનારા મુકાબલામાં ટીમ ઇન્ડિયા માટે ચીજા સરળ નહીં હોય. ભારતીય ટીમનો આૅપનિંગ બેટ્સમેન શિખર ધવન ઇજાગ્રસ્ત થતા ટીમની બહાર થઈ ગયો છે અને ભારતીય ટીમનું સંતુલન બગડી ગયું છે.
ન્યૂઝીલેન્ડ સામે અભ્યાસ મેચમાં ખરાબ રીતે હારનારી ભારતીય ટીમ અત્યારે લયમાં છે અને ધવનની ગેરહાજરીમાં અન્ય ખેલાડીને ટીમમાં તક આપીને સંતુલન બનાવવાનો પ્રયત્ન કરશે.
ધવનની ગેરહાજરીમાં રોહિત શર્મા સાથે કેએલ રાહુલ આૅપનિંગ કરી શકે છે, કેમકે રાહુલે આઈપીએલ દરમિયાન પંજાબ તરફથી આૅપનિંગ કરતા શાનદાર બેટિંગ કરી હતી. ધવને આૅસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી હતી અને ભારતીય ટીમનાં સંતુલનને મજબૂત બનાવ્યું હતુ. જા કે હવે તે ઇજાગ્રસ્ત થતા ભારતે ફરી સંતુલન બેસાડવા માટે મથામણ કરવી પડશે.
મધ્યમક્રમમાં વિરાટ કોહલીની જગ્યા નક્કી છે, પરંતુ કેએલ રાહુલ શિખર ધવનની જગ્યાએ આૅપનિંગ કરશે તેવી સ્થિતિમાં ચોથા નંબરે દિનેશ કાર્તિકને ઉતારવામાં આવી શકે છે.
વિકેટકીપિંગમાં તો કોઈ બદલાવ નહીં કરવામાં આવે અને ટીમનો સૌથી અનુભવી ખેલાડી એમએસ ધોની વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે અને મધ્યમક્રમની જવાબદારી તેના પર હશે.
અહીં શાનદાર ફાર્મમાં ચાલી રહેલા હાર્દિક પંડ્યાની જગ્યા નક્કી છે. જો કે કેદાર જાધવની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે, કેમકે જાડેજાએ ન્યૂઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતુ.
આ ક્ષેત્રમાં ભુવનેશ્વર અને બુમરાહની જગ્યા નક્કી છે. જો કે સ્પિન ડિપાર્ટમેન્ટમાં ફક્ત યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે અને કુલદીપની જગ્યાએ મોહમ્મદ શમીને તક મળી શકે છે.
જણાવી દઇએ કે ટ્રેન્ટ બ્રિજની પિચ પર શરૂઆતમાં બેટિંગ કરવી મુશ્કેલ બનશે, પરંતુ ત્યારબાદ પિચ બેટ્સમેનોને અનુકૂળ બની જશે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી આ ગ્રાઉન્ડ પર ૩ મેચ રમાઇ છે. આ મેદાન પર સ્ટાર્કે ૫ વિકેટ અને કુલ્ટર નાઇલે ૬૦ બાલમાં ૯૨ રન બનાવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




