મુંબઈ,તા.૨૯
વિશિષ્ટ અભિનય દ્વારા પોતાની આગવી પ્રતિભા પુરવાર કરી ચૂકેલા અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે મને પદ્મશ્રી મળવાની જાહેરાતથી કોઇએ સોશ્યલ મિડિયા પર મારી ટીકા કરી નથી એથી મેં નિરાંત અનુભવી છે.
મુંબઇમાં સોમવારે મિડિયા સાથે વાત કરતાં એણે કહ્યું, ‘તાજેતરના ભૂતકાળમાં ઘણીવાર એવું બન્યું છે જ્યારે સરકારે કરેલી પસંદગીની સોશ્યલ મિડિયા પર ટીકા થઇ હોય અને સંબંધિત કલાકારને અમુક તમુક રાજકીય પક્ષ સાથે જાડી દેવામાં આવ્યો હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે રાજકીય પક્ષ સાથેના જાડાણના પગલે અમુક તમુક એવોર્ડ મળ્યા હોય એવું અર્થઘટન અગાઉ કેટલીક વાર થયું છે. આ વખતે મારું નામ પદ્મશ્રી વિજેતાઓ સાથે આવ્યું ત્યારે કોઇએ મારી બાબતમાં આવી ટીકા ટીપ્પણ કરી નહીં તેથી મેં ખરેખર નિરાંત અનુભવી હતી.’ઔએણે ઉમેર્યું હતું કે મારાં કુટુંબીજનો, દોસ્તો અને મારા ચાહકો મને પદ્મશ્રી મળ્યાથી ખૂબ રાજી થયા હતા. મેં જાયું કે કમ સે કમ આજ સુધી તો કોઇએ મને પદ્મશ્રી મળવા સામે નારાજી કે અણગમો વ્યક્ત કર્યો નથી. એટલા પૂરતો હું મારી જાતને અપવાદ રૃપ સમજું છું. મારી પસંદગી બાબત કોઇ વિવાદ સર્જાયો નથી એ મારા માટે સંતોષની વાત છે.
અત્યાર અગાઉ મનેજે પોતાની અભિનય કલા દ્વારા બે નેશનલ એવોર્ડ અને બીજા કેટલાક એવોર્ડ જીત્યા છે. કારકિર્દીના આરંભથી એ કેટલીક સરસ ફિલ્મો આપી ચુકવ્યો છે જેમાં સત્યા, અલીગઢ, એલએાસી કારગિલ, રાજનીતિ, સત્યમેવ જયતે, ગેંગ્સ આૅફ વાસેપુર, કૌન, શૂલ, ઝુબેદા અને વીર ઝારાનો સમાવેશ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



