સુરત, તા.૫
તક્ષશિલા અગિ્નકાંડમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરાયેલા જયેશ સોલંકી, પરાગ મુન્શી, દિપક નાયક અને બિલ્ડર રવિન્દ્ર કહારને આજે બપોરે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવાની ક્રાઈમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે.
તક્ષશિલા અગિ્નકાંડમાં પો.કમિ. સતીષ શર્માએ જડ બેસલાક કાર્યવાહી કરી સુરત મનપા અને જીઈબીના અધિકારીઓ જયેશ સોલંકી, પરાગ મુન્શી, જઈબી ઈજનેર દિપક નાયક અને તક્ષશિલાના ભાગીદાર રવિન્દ્ર કહારની ધરપકડ કરતા આ ઘટનામાં અત્યાર સુધી નવ જણાંની ધરપકડ કરવામાં આવી છે.
તક્ષશિલા અગિ્નકાંડમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા હતા. સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર આ દુર્ઘટનામાં ગઈકાલે ધરપકડ કરાયેલ જયેશ સોલંકી, પરાગ મુન્શી, દિપક નાયક અને બિલ્ડર રવિન્દ્ર કહારને આજે બપોરે કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગણી માટે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તજવીજ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તક્ષશિલા અગિ્નકાંડમાં મનપા અને જીઈબીના જવાબદાર અધિકારીઓની ગંભીર ગુનાહિત બેદરકારી બહાર આપતા ધરપકડ કરવામાં આવી હતી. મનપાના અધિકારીઓની ધરપકડ થતા મનપા તંત્રમાં સોîપો પડી ગયો છે. ચારેય આરોપીઅોને આજે બપોર પછી ઈન્ચાર્જ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાંડની માંગમી કરવામાં આવશે એવું ડીસીબી દ્વારા જાણવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




