૨૦૦-૨૦૦૦ની નોટો ગંદી હશે તો બેન્કો બદલી નહિં આપે : આરબીઆઈની ઘોષણા

0
101

નોટોના એક્સચેન્જ સંબંધિત નિયમોની મર્યાદામાં આ નોટોને રાખવામાં આવી નથી
ન્યુ દિલ્હી,તા.૧૪
નોટબંધી બાદ જારી કરવામાં આવેલી રૂપિયા ૨૦૦૦ અને ૨૦૦ની નોટોને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જા તમારી પાસે પણ ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ હોય તો તમારે પણ નુકસાન ભોગવવુ પડશે. હકીકતમાં આરબીઆઇએ આ મામલે મોટી ઘોષણા કરી છે. ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો હવે બેન્ક નહી બદલી આપે. આરબીઆઇ તરફથી જારી કરવામાં આવેલી ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો જા કોઇ કારણોસર ગંદી થઇ જાય તો બેન્કમાં તેને બદલી નહી શકાય. આ ઉપરાંત બેન્ક આ નોટો જમા પણ નહી કરે. હકીકતમાં આરબીઆઇએ ચલણી નોટોના એક્સચેન્જ સાથે સંબંધિત નિયમોની મર્યાદામાં આ નોટોને રાખવામાં આવી નથી.
૨૦૦૦ની નોટો ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ થયેલી નોટબંધી બાદ જારી કરવામાં આવી હતી જ્યારે ૨૦૦ રૂપિયાની નોટ ઓગસ્ટ ૨૦૧૭માં જારી કરવામાં આવી હતી. ફાટેલી અથવા ખરાબ નોટોના એક્સચેન્જનો મામલો આરબીઆઇના નિયમો હેઠળ આવે છે જે આરબીઆઇ એક્ટના સેક્શન ૨૮નો હિસ્સો છે. આ એક્ટમાં ૫,૧૦,૫૦,૧૦૦,૫૦૦, ૧૦૦૦, ૫૦૦૦ અને ૧૦,૦૦૦ રૂપિયાની ચલણી નોટોનો ઉલ્લેખ છે. પરંતુ ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટોને તેમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સરકાર અને આરબીઆઇએ એક્સચેન્જ પર લાગૂ થતી જાગવાઇઓમાં ફ્રફાર કર્યો નથી.
હાલ ૨૦૦૦ રૂપિયાની આશરે ૬.૭૦ લાખ કરોડના મૂલ્યના નોટ સકર્યુલેશનમાં છે. તાજેતરમાં જ જાણવા મળ્યુ હતું કે આરબીઆઇએ હવે ૨૦૦૦ રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરી દીધુ છે. આરબીઆઇએ જણાવ્યા અનુસાર નવી સીરીઝની નોટ જા ગંદી થઇ જાય અથવા તો ફાટી જાય તો હવે તેને બેન્કોમાં બદલી શકાશે નહી. આરબીઆઇએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી (નવી) સિરિઝની નોટોના આકારમા ફેરફાર કરવામાં આવ્યો હોવાના કારણે એમજી (ન્યૂ) સિરિઝમાં ફોટેલી અથવા અશુદ્ધ નોટોની અદલા-બદલી હાલના નિયમો હેઠળ ન કરી શકાય.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY