ન્યુ દિલ્હી,
તા.૧૮/૪/૨૦૧૮
હવે ત્રણ શિફ્ટમાં કામ શરુ થયું
દેશના કેટલાક રાજ્યોમાં કેશ સંકટ જાવા મળી રહ્યું છે. તેની પાછળ ભલે બીજુ કારણ બતાવામાં આવી રહ્યું હોય પરંતુ દેશની કરન્સીની પ્રિન્ટીંગને લઇને કંઇક જુદુ જ ચિત્ર છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ નાસિકના પ્રિન્ટીંગમાં ગત નવેમ્બરથી ૫૦૦ રૂપિયાની નોટનું છાપકામ બંધ હતું, જ્યારે એપ્રિલથી ૨૦૦, ૧૦૦ અને ૫૦ રૂપિયાની નોટનું પ્રિન્ટીંગ ૪૪ ટકા ઓછુ કરાયું હતું. એક મળતા અહેવાલ મુજબ પ્રેસમાં નોટનું છાપકામ ૨૦૧૭-૧૮નો ટારગેટ પુરો થઇ હોવાના કારણે બંધ કરી દેવાયું હતુ.
નાસિક પ્રિન્ટગ પ્રેસને આરબીઆઇએ ૧૮ મિલિયન નોટ છાપવાનો ટારગેટ આપ્યો હતો. એવી જ રીતે ૨૦ અને ૧૦૦ રૂપિયાના નોટનું છાપકામ પણ ૧ એપ્રિલથી બંધ કરી દેવામાં આવ્યું હતું.
કેશ સંકટની બહાર આવવા દેવામાં બેન્ક નોટ પ્રિન્ટંગમાં ૨૪ કલાક મશીન ચલાવામાં આવશે. આ માટે ૯ કલાકની ત્રીજી શિફ્ટ પણ ચાલુ કરી દેવામાં આવી છે. નોટબંધી બાદ આ બીજ વખતે ૨૪ કલાક મશીન ચલાવામાં આવી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







