કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના સરકારી આરોગ્ય સંસ્થાનોને ‘નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ’ સર્ટીફિકેટ એનાયત

0
97

ગુજરાત સર્વાંગી ક્ષેત્રે વિકાસ કરીને સમગ્ર દેશ માટે મોડલ પુરવાર થઇ રહ્યું છે, ત્યારે રાજ્યના અંતરીયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને રાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા સભર અને સસ્તી આરોગ્ય સવલતો રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે જેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પણ ખાનગી હોસ્પીટલ જેવી ઉચ્ચ ગુણવતયુક્ત સારવાર-સુવિધા પૂરી પાડવા માટે રાજ્યના સરકારી આરોગ્ય સંસ્થાનોને કેન્દ્ર સરકાર દ્વારા ‘નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS)’ સર્ટીફિકેટ એનાયત કરાયું છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે ચાર અને રાજ્ય કક્ષાએ ૨૫૫ સેવાઓને પસંદ કરી આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, ગુજરાતના મિશન ડાયરેકટર ડૉ. ગૌરવ દહિયા દ્વારા જણાવાયું છે.

ગુજરાત સરકારની આ શ્રેષ્ઠ આરોગ્ય સવલતો માટે અપાયેલ આ ‘નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS)’ સર્ટીફિકેટ કેન્દ્ર સરકારના આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચોબેના હસ્તે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, ગુજરાતના મિશન ડાયરેકટર ડૉ. ગૌરવ દહિયાએ સ્વીકાર્યા હતા. આ એવોર્ડમાં (૧) પદ્મકુવરબા જનરલ હોસ્પિટલ, રાજકોટ, (ર) જનરલ હોસ્પિટલ-વ્યારા, જિલ્લો-તાપી, (૩) જનરલ હોસ્પિટલ-મહેસાણા, જિલ્લો-મહેસાણા, (૪) જનરલ હોસ્પિટલ-નડીયાદ, જિલ્લો-ખેડા, ઉપરાંત સ્ટેટ ક્વોલીટી એશ્યોરેન્સ ટીમને અપ્રિસિયેશન અવોર્ડનો સમાવેશ થાય છે.

આ એવોર્ડ અંગે વિસ્તૃત વિગતો આપતાં ડૉ. દહિયાએ ઉમેર્યું કે, નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS)માં ટોટલ કવોલીટી મેનેજમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમાં દર્દીઓનાં હકકો, નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS) પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રકચર/ ઇન્સ્ટ્રુમેન્ટ/ ઇક્વિપમેન્ટ અને મેનપાવરની જોગવાઇ, સહાયક સેવાઓ જેવી કે, ગુણવત્તા યુક્ત દવાઓની જોગવાઇ, સિકયુરીટી સર્વિસીસ, દર્દીઓની જરૂરિયાત મુજબ આહારની સુવિધાઓ, સ્વચ્છ વાતાવરણ અને નાણાંકીય વ્યવસ્થાઓ, ચિકિત્સકીય કાળજી જેવી કે, દર્દીઓને સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન મુજબ ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવી, ચેપ અંગે નિયંત્રણ, ગુણવત્તા વ્યવસ્થાપન, આઉટકમ જેવા વિવિધ ઘટકોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

દહિયાએ ઉમેર્યું કે, આ ઘટકો મુજબ હોસ્પિટલનાં તમામ વિસ્તારોનું ઇન્સ્પેકશન કરવામાં આવે છે. જેમાં અકસ્માત અને તાત્કાલીક સેવાઓનો વિભાગ(ઇમરજન્સી), બહારનાં દર્દીઓનાં વિભાગ (ઓપીડી), પ્રસૃતિ વિભાગ (લેબર રૂમ), મેટરનીટી વોર્ડ, દાખલ થયેલ દર્દીઓ માટેનો વિભાગ(ઇનડોર), પોષણ સંબંધિત પુનઃવસન કેન્દ્ર(એન.આર.સી.), બાળ રોગ વિભાગ, બિમાર નવજાતની કાળજી માટેના યુનિટ (એસ.એન.સી.યુ.), ઘનિષ્ટ કાળજીનો યુનિટ(આઇ.સી.યુ.), ઓપરેશન થીયેટર, પોસ્ટપાર્ટમ યુનિટ (પી.પી.યુ.), બ્લડ બેંક વિભાગ, લેબોરેટરી વિભાગ, રેડીયોલોજી વિભાગ, ફાર્મસી વિભાગ, ગૌણ સેવાઓ જેવી કે લોન્ડ્રી સર્વિસીસ, પોષક આહાર અને મેડીકલ રેકોર્ડ સર્વિસીસ, પોર્સ્ટમાર્ટમ રૂમ, હોસ્પિટલનો સામાન્ય વહીવટ જેવા વિભાગોનું ઇન્સ્પેકશન કરીને એવોર્ડ માટે પસંદગી થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS) સર્ટીફીકેટ માટે ઇન્ટરનલ એસેસમેન્ટ, પી-આર એસેસમેન્ટ, સ્ટેટ લેવલે એકસ્ટર્નલ એસેસમેન્ટ, નેશનલ લેવલ એકસ્ટર્નલ એસેસમેન્ટ ૭૦ ટકા થી વધારે દરેક એરીયામાં હોય તો રાષ્ટ્રીય લેવલે નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS) સર્ટીફીકેટ આપવામાં આવે છે. જે તમામ ધોરણો ગુજરાતે હાંસલ કર્યા હોઇ આ એવોર્ડ માટે ગુજરાતની પસંદગી થઇ છે.

ગુજરાત અનોખી ગતિથી અને એક સાચી દિશામાં જયારે પ્રગતિ કરી રહયું છે, ત્યારે સમાજનાં છેવાડાના માનવીને આરોગ્યએની સમાન ધોરણે, તમામને પેાસાય તેવી અને રાષ્ટ્રીય સ્તરના મા૫દંડ એન.કયુ.એ.એસ./એન.એ.બી.એચ/એન.એ.બી.એલ. મુજબની ગુણવત્તા સભર સેવાઓ ઉ૫લબ્ધ થાય, માળખાગત સુવિધાઓ તથા તમામ સેવાઓનો વ્યા૫ વધે અને અનુકુળ, વિશ્વસનીય તથા સેવાકીય વાતાવરણમાં દર્દીને સંતોષ મળે તે આશયથી આરોગ્ય વિભાગ આગળ વધી રહ્યું છે. રાજયનાં મોટા શહેરોમાં જ નહી ૫રંતુ નાના ગામડામાં રહેતા લોકોને ૫ણ આરોગ્યની મુળભૂત સેવાઓ રાષ્ટ્રી ય સ્તલરના માપદંડવાળી ગ્રામ્ય/તાલુકા લેવલે મળી રહે તે માટે ‘ગુણવત્તા સુધારણા કાર્યક્રમ’ રાજયના નેશનલ હેલ્થ મિશન, આરોગ્ય અને પરિવાર કલ્યાલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેથી સરકારી હોસ્પિજટલો ૫ણ ખાનગી હોસ્પિ્ટલો જેવી ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે તે સંદર્ભે સમગ્ર દેશમાં ગુજરાતના સરકારી આરોગ્ય સંસ્થાને નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) મુજબનું સર્ટીફીકેટ મળ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY