ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શરૂઆતના બે દિવસ વરસાદથી મેચ ધોવાઈ ગઈ હતી વિચિત્ર ટેસ્ટ મેચ : એક પણ બોલ ફેંકાયા વગર બે ઈનિંગ્સ ડિક્લેર

0
166

નેસ્લન,તા.૧૩
ન્યૂઝીલેન્ડના ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ પ્લન્કેટ શીલ્ડમાં એક વિચિત્ર ઘટના બની હતી. ટેસ્ટ મેચની બે ઈનિંગ્સ એક પણ બોલ ફેંકાયા વગર કે એક પણ વિકેટ કે રન વગર ડિક્લેર કરાઈ હતી. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ અને કેન્ટબરી વચ્ચે વરસાદને પગલે મેચના બે દિવસ ધોવાઈ ગયા હતા. જા કે આ રસપ્રદ મેચમાં આખરે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટનો ૧૪૫ રને વિજય થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વરસાદને પગલે સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ અને કેન્ટબરી વચ્ચે બે દિવસની રમત શક્્ય બની નહતી અને અંતિમ દિવસે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટે ૭ વિકેટ પર ૩૦૧ રન બનાવ્યા હતા. ટીમે પોતાના ખાતામાં ૫૧ રન વધુ જાડ્યા અને વિલિમય લુડિક નામના બેટ્‌સમેને ફર્સ્ટ ક્લાસમાં પ્રથમ સદી ફટકારી હતી. દિવસની સાતમી ઓવરમાં સાત વિકેટ પર ૩૫૨ રને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટે પોતાની ઈનિંગ ડિક્લેર કરી હતી. ત્યારબાદ કેન્ટબરીએ પ્રથમ ઈનિંગ ડિક્લરે કરી દીધી હતી. આશ્ચર્યજનક રીતે સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટે પણ પોતાની બીજી ઈનિંગમાં આવું કર્યું હતું. કેન્ટબરી પોતાની બીજી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરી અને ૨૦૭ રનમાં ઓલઆઉટ થઈ જતા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટનો વિજય થયો હતો.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ પ્રકારને બે જ ઉદાહરણ જાવા મળ્યા છે. આ બન્નેમાં ઇંગ્લિશ કાઉન્ટી હેમ્પશાયર સામેલ હતું. હેમ્પશાયરે ૨૦૧૩ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં ગ્લોસેસ્ટથાયર અને લિસેસ્ટશાયર વિરુદ્ધ આવું કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ફક્ત બે વખત ૨૦૦૦માં સાફથ આપ્રિકા અને ઈંગ્લેન્ટ વચ્ચેની મેચમાં આવો સંજાગ રચાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY