દૂધના ઉત્પાદન કરતા પાંચ ગણા દૂધનો વપરાશ..!! આરોગ્યતંત્ર ઉંઘે છે કે શું..?!!

0
150

દેશમાં ગૌસુરક્ષાની વાતો અને વચનો આપતી ભાજપાના રાજ્યમાં ભારત દેશ ગૌમાંસ નિકાસ કરવામાં વિશ્વમાં બીજા ક્રમાંકે છે. જ્યારે દેશભરમાં જેટલી ગાય-ભેંસ-બકરી, ઘેટાં વગેરે પ્રાણીઓ જે દૂધ આપે છે તેનાંથી ચાર ગણું દૂધ અને દુધની બનાવટોમાં વપરાય છે ત્યારે સવાલ ઉઠે છે કે આ દુધાળા પશુ જે દૂધ આપે છે તે સિવાયનું બાકી દૂધ આવ્યું ક્્યાંથી..?? આ કારણોસર બનાવટી દુધનો કારોબાર બેરોકટોક ફૂલ્યો ફાલ્યો છે. સરકાર જા આ બાબતે જાગશે નહિ તો ભવિષ્ય યુવાઓની વધુ સંખ્યા ધરાવતા આપણા દેશમાં ચારે તરફથી વિવિધ બીમારીઓએ ભરડો લીધો હશે તેનાં એંધાણ મળી રહ્યા છે..!! દેશનાં વિવિધ રાજ્યોમાં આરોગ્ય મંત્રાલયો છે તો વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ જેવી સંસ્થાઓમાં પણ લોકોના આરોગ્યની જાળવણી માટે આરોગ્ય કમીટીઓ છે અને તેમની પાસે મસ મોટો સ્ટાફ છે કે જે લોકો માટે બજારમાં મળતી ખાણી-પીણીની અવારનવાર ચકાસણી કરતો રહે છે. જેમાં કેટલાક ભેળસેળીયાની પોલ પકડાઈ જાય છે. ખાધચીજાની ચકાસણી સતત ચાલતી નથી. આરોગ્ય તંત્ર દેખાડો કરવા માટે પોતાના સ્વાર્થમાં દિવાળી, દશેરા જેવા તહેવારો સમયે જ જ્યાં-ત્યાં દરોડા પાડે છે પરંતુ તેમાં મોટાભાગનાં પકડાતા નથી કે જેઓ ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓ વેચે છે અને તેના કારણોમાં રહસ્ય બની રહે છે..!!
દેશભરમાં દૂધ આપતી ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઉંટની સંખ્યાથી ચાર ગણું દૂધ વધારે વેચાય છે. દૂધ ઉત્પન્ન થતું નથી તેનાથી પાંચ ગણો આઈસક્રીમ અને ચોકલેટ વેચાય છે. દૂધનું ઉત્પાદન નથી થતું છતાં બે ગણી ચીજ-વસ્તુ વેચાય છે. દૂધ ઉત્પાદનથી પણ બે ગણી દહી, લસ્સી, છાશ વેચાય છે તો ગણ ગણું માખણ અને ઘી વેચાય છે અને આવી ચીજ-વસ્તુઓ લોકો વિશ્વાસથી પોતાની હેલ્થ જાળવવા પરિવારમાં વાપરે છે. દૂધ પીવે છે, લસ્સી કે છાશ વાપરે છે તો ઘી પણ વાપરે છે અરે એ તો ઠીક પરિવાર માટે કે પ્રસંગોએ આઈસક્રીમ પણ મોટા પ્રમાણમાં ખાય છે ત્યારે આ આઈસક્રીમ કે ચોકલેટ વગેરે કઈ વસ્તુમાંથી બન્યા છે તેની કોઈને પણ ખબર નથી. હા માત્ર વિશ્વાસ છે કે આ વસ્તુ દુધમાંથી બને છે પરંતુ ખરેખર એવું નથી. હા, સરકાર જાગે, આરોગ્ય તંત્ર લોકહિતમાં જાગે તો તેના પરિણામ સો ટકા મળે. પણ જાગે અને ઈમાનદારી સાથે નિષ્ઠાપૂર્વક પોતાની માનવતાવાદી કામગીરી કરે તો લોકોની હેલ્થ સારી રહે. પણ જ્યાં ભ્રષ્ટાચાર છવાયો હોય ત્યાં રેગ્યુલર-નિયમિત ખાણી-પીણી ચકાસણી કેમ કરાય..!! આ તો હોતા હૈ..!! ચલતા હૈ..!! કોઈ પૂછવાવાળું નથી પછી શું..?!!
આવી વસ્તુઓના ઉપયોગથી લોકો બીમાર પડે તો દવાખાના ચાલે, હોÂસ્પટલો ચાલે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ ચાલે, વેપારીઓનો વેપાર ચાલે. પણ સરકાર જાગે ત્રીજું નેત્ર ખોલે અને કડકમાં કડક કાર્યવાહી કરે નહિ તો પંજાબનાં ગામડાઓમાં ખેતીમાં દવા છંટકાવથી જે રીતે ઘેર ઘેર કેન્સરની બિમારીનાં ખાટલાઓ છે. તેવી હાલત દેશભરમાં બની રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY