ઓડિશામાં સુરક્ષા દળોએ ૬ નક્સલીઓને ઠાર કર્યા, એકે-૪૭ સહિત દારૂગોળો જપ્ત

0
15

ભુવનેશ્વર,તા.૧૪
સુરક્ષા દળે ઓડિશામાં કંધમાલ અને બલાંગીર જિલ્લામાં અલગ-અલગ અથડામણમાં રવિવારે બે મહિલા સહિત છ નકસલીઓને ઠાર કર્યા છે. અતિરિક્ત પોલીસ મહાનિદેશક આર પી કોચેએ જણાવ્યું કે મહિલા સહિત ચાર નકસલી કંધમાલના સુદુકુંપા જંગલમાં ઠાર કરાયા, જ્યારે નવ લાખના ઇનામી બે નક્સલીઓને બલાંગીરના દુદકમાલ ગામમાં ઠાર મરાયા.
તેમણે જણાવ્યું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ઓપરેશનને પૂર્ણ કર્યું હતું. સેના દ્વારા કરાયેલા આ ઓપરેશન દરમિયાન નકસલીઓ જંગલમાં બેઠક કરી રહ્યા હતા. સુરક્ષા દળને જાઇને નકસલીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.
ત્યારબાદ સુરક્ષાદળ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નકસલીઓના ઠાર મરાયાં. અથડામણ બાદ નકસલીઓ પાસેથી એકે-૪૭ સહિત આઠ રાઇફલ અને એક ઇનસાસ સહિત ગોળા-ગોળો મળી આવ્યા. આ અથડામણમાં કોઇ સુરક્ષાકર્મી ઘાયલ થયા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY