ઓડિશામાં વેદાંતા કંપની બહાર હિંસક અથડામણમાં બેનાં મોત

0
5

ઓડીશા,તા.૧૯
ઓડિશામાં આવેલી વેદાંતાની એલુમિનીયા રિફાનરીમાં નોકરી, નોકરીને લગતા લાભો મામલે હિંસક અથડામણ થતા એક સ્થાનિક રહેવાસી અને ઓડિશા ઇન્ડસ્ટ્રીયલ સિકિયોરિટી ફોર્સનાં જવાનનું મોત થયુ હતું.
સ્થાનિક પોલીસનાં જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ કરેલું વિરોધ પ્રદર્શન હિંસક બન્યુ હતું અને વેદાંતાની ફેક્ટરી પર ધસી આવ્યુ હતુ. આ ઘર્ષણ દરમિયાન ૨૫ લોકોને ઇજા પહોંચી હતી. જા કે, સ્થાનિક લોકોનાં કહેવા પ્રમાણા, ૪૫ જેટલા લોકોને ઇજા પહોંચી હતી.
પોલીસે એવો દાવો કર્યો છે કે, આ જગ્યાએ સ્થિતિ નિયંત્રણમાં છે અને પ્રતિબંધિત આદેશો લગાવી દેવામાં આવ્યા છે.
આ ઘટના પછી, ઓડિશા સરકારે મૃત્યુ પામનાર જવાનનાં પત્નિ માટે નોકરીની ખાતરી આપી છે. મૃત્યુ પામનારમાં એક જવાનની સાથે એક મજુર પણ હતો.
ઓડિશા સરકાર દ્વારા ઓડિસા ઇન્ડસ્ટ્રીયલ સિકિયોરિટી ફોર્સ એક્ટ (૨૦૧૨) હેઠળ નવા ફોર્સની રચના કરવામાં આવી હતી અને સરકાર ખાનગી અને સરકારી ફેક્ટરીઓને સુરક્ષા આપે છે.
વેદાંતા ફેક્ટરીમાં એક કર્મચારીને કાઢી મૂકવા મામલે બબાલ થઇ હતી અને આસપાલનાં લોકો આ કંપની પર ધસી આવ્યા હતા અને કંપની સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક લોકો માટે રોજગારીની માંગણી કરી હતી. આ સિવાય, સ્થાનિક રહેતા બાળકો માટે શાળાઓની પણ માંગણી કરી હતી. પણ આ પ્રદર્શન હિંસક બન્યુ અને પોલીસ સાથે ઘર્ષણ થતા બે લોકોનાં મોત નિપજ્યાં.
સરકારે આ મામલે તપાસનાં આદેશો આપ્યા છે. વેદાંતા અને સિકિયોરિટી ફોર્સ સામે પણ ગૂનો નોંધવામાં આવ્યો છે.
૦૦૦૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY