ન્યુ દિલ્હી,તા.૨
ભારત-બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાનની એક સંશોધન ટીમ કે જેમાં હૈદરાબાદની ઓસમાનીયા જનરલ હોસ્પીટલના ડાક્ટરનો પણ સમાવેશ થાય છે તેમણે ડાયાબીટીસ જેવા રોગનો આધ્યાત્મીક ઉપાય શોધી કાઢ્યો છે. આ રોગને કેમ મટાડવો તેની શોધ શ્રીમદ ભગવત ગીતામાંથી લેવામાં આવી છે. સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે ભગવાને આ રોગ સામે લડવાનો ઉપાય ગીતાજીના અધ્યાયમાં આપી છે. ભગવાન શ્રીકૃષ્ણે તેમના શ્રી મુખે અર્જુન સાથે વાત કરતા આ રોગની સામે લડવાના ઉપાય બતાવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર ગીતામાં નકારાત્મક ભાવને કેવી રીતે નાથવો તેની સમજ દ્વારા ડાયાબીટીસ જેવા રોગનો ઉપાય દર્શાવ્યો છે. ડાયાબીટીસ જીવનશૈલીના કારણે થતી એક અસાધ્ય બીમારી છે. આ બીમારી જમવાની રીતભાત તેમજ થોડી નીયમીત કસરતો કરવામાં આવે તો ટાળી શકાય છે.
આ સંશોધન ટીમે દેશની કેટલીક મોટી હોસ્પીટલોમાં ફરી સંશોધન કરી આધ્યાત્મીક ઉપાય શોધી કાઢ્યો છે. આમાં વિદેશી વિશેષજ્ઞ ઢાકા મેડિકેલ કોલેજ, મિટફોર્ડ હોસ્પિટ, ઢાકા-બાંગ્લાદેશ તેમજ આગાખાના વિશ્વવિદ્યાલય કરાચી પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
સંશોધન કર્તાઓનુ માનવુ છે કે શ્રીમદ ભગવત ગીતા ફક્ત ધાર્મિક પુસ્તક નથી પણ તેનાથી પણ ખાસ છે. તેના ૭૦૦થી વધુ છંદો જીવન પર પ્રકાશ પાથરે છે. આ શ્લોક જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તેના પઠનથી ડાયાબીટીસથી કેમ છુટકારો મળે તે જાણી શકાય છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




