સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેથી પસાર થતી સલાયા મથુરા પાઇપ લાઇન કે જે દેવસર ગામ ખાતેથી પસાર થાય છે ત્યાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની કચેરીના હે.કો. સહદેવસિંહ ઝાલા મારફતે મળેલ બાતમી આધારે ચોટીલા પોલીસ દ્વારા રેઇડ કરી, સ્થળ ઉપરથી ટેન્કર નંબર GJ 21 T 6161 કિંમત રૂ. 5,00,000/- તથા ચોરી કરવામાં આવેલ 9000 લિટર ઓઇલ કિંમત રૂ. 2,70,000/- તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો સહિત કુલ કીમત રૂ. 7,70,000/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ. જે બાબતે આઈઓસીના અધિકારીની ફરિયાદ આધારે ઓઇલ ચોરી અંગે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ છે.
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ના પોલીસ ઈન્સ. ખુમાનસિંહ વાળા, પીએસઆઇ એસ.બી.સોલંકી તેમજ ટેકનિકલ સેલના પીએસઆઇ અનિલ નાયર સહિતના ચુનંદા સ્ટાફને પણ કામે લગાડી, ગુન્હાના મૂળ સુધી તપાસ કરવા તથા આ ઓઇલ ચોરીના ષડયંત્રના ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા માટે કરવામાં આવેલ સૂચનાઓ આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઈન્સ. પી.ડી.પરમાર, પો.સ.ઇ.જે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા, સરદારસિંહ, રાયધનભાઈ, ફારૂકભાઈ, રાજુભાઇ, ભગુભાઈ, હરદેવસિંહ, રાયધનભાઈ, ફારૂકભાઈ, દેવાભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના દેવસર સૂરજ દેવળ ગામે જમીન ધરાવતા *જમીન માંલિક આરોપી અમિતભાઇ જ્યોતિષચંદ્ર દવે ઉવ. 27 રહે. શાસ્ત્રીનગર, ચોટીલા જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી અમિતભાઇ જ્યોતિષચંદ્ર દવેની ઉપરોકત તપાસ ટીમ દ્વારા *સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપી અમિત દવે દ્વારા આ જમીન પોતાની હતી અને હાલમાં સરકાર ખાલસા કરવામાં આવેલાનું રટણ ચાલુ રાખી, પોતે આ ઓઇલ ચોરીના ષડયંત્રમાં કાઈ જાણતો નહીં હોવાનું પોલીસ સમક્ષ કબૂલાતકરેલ છે.પરંતુ,ટેકનીકલ સોર્સ આધારે સુરેન્દ્રનગર પોલીસ ટીમ દ્વારા માહિતી એકત્રિત કરવાનું ચાલુ કરતા, આ ઓઇલ ચોરીના ષડયંત્રમાં પકડાયેલ આરોપી તમામ વિગતો જાણતો હોવાની પોલીસને શંકા છે અને આ ગુન્હામાં ચોટીલા વિસ્તારના લોકલ આરોપીઓ સંડોવાયેલ હોવાની વિગતો તેમજ ઓઈલની પાઈપલાઈનમાં વડોદરા ખાતેથી એક ઈસમ કે જે ઓઈલની પાઇપ લાઈનમાં હોલ કરવાનો સ્પેશિયાલિસ્ટ છે તેની ભૂમિકાની પણ માહિતી પોલીસને ખાનગી રાહે મળેલ હોઈ, પોલીસ દ્વારા તે દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
ચોટીલા પોલીસ દ્વારા આ ઓઇલ ચોરીના ગુન્હામાં પકડાયેલ ટેન્કર ના રજીસ્ટ્રેશન નંબર, એન્જીન ચેસીસ નંબર આધારે પણ ટેકનીકલ સોર્સ આધારે તાપસ હાથ ધરવામાં આવતા, આ ટેન્કર હાલ સાદિકહુસેન રઝાહુસેન લાખાણી જાતે ખોજા રહે. જવાહર રોડ, મસ્જિદ ચોક, રાજુલા જી. અમરેલીના નામે હોવાનું પણ ખુલવા પામતા, ચોટીલા પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
ચોટીલા પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા પકડાયેલ આરોઇ અમિત દવેની સઘન પૂછપરછ હાથ ધરી, ઓઇલ ચોરીના આ શડયંત્રમાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે..? આ ગુન્હામાં પાઇપ લાઈનમાં હોલ કરવા આવનાર આરોપી કોણ હતો…? ટેન્કર ડ્રાઈવર તથા માલિક કોણ છે..? આરોપીઓને આર્થિક મદદ ક્યાંથી મળેલ હતી..? કેટલા સમયથી ઓઇલ કઢાવામાં આવતું અને કોને પહોંચાડવામાં આવતું હતું…? વિગેરે મુદ્દાઓ સબબ ચોટીલા કોર્ટમાં રજૂ કરી, દિન 05 ના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવતા, ચોટીલા કોર્ટ દ્વારા 02 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરવામાં આવતા, આ ગુન્હામાં સંડોવાયેલ બીજા આરોપીઓને પકડી પાડવા માટે વધુ તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





