મુંબઈ,તા.૨૪
ચાલુ વર્ષે દેશભરમાં અપેક્ષા કરતાં સારો વરસાદ છે. એટલું જ નહીં સરકારે ઊંચા લઘુતમ ટેકાના ભાવ જાહેર કર્યા છે અને તેને કારણે ચાલુ કેલેન્ડર વર્ષના બીજા છ માસિકગાળામાં સોનાની માગ રપ ટકા ઊંચી રહેવાની આશા બુલિયન માર્કેટના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે ભારત વાર્ષિક ૮૦૦થી ૮પ૦ ટન સોનાની આયાત કરે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી જૂન મહિનાના સમયગાળામાં સોનાની માગ ઘીમી જાવા મળી હતી.
સ્થાનિક બુલિયન બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદ સારો છે એટલુ જ નહીં સરકારે ઊંચા લઘુતમ ટેકાના ભાવ જાહેર કર્યા છે તાજેતરમાં જ જીએસટી કેટલીક કોમોડિટીમાં ટેક્સમાં રાહત આપી છે અને તેને કારણે ગ્રામીણ પ્રદેશોમાંથી માંગ ઊંચી રહેવાની આશા છે.
દરમિયાન ઇક્વટી બજારમાં જાવા મળેલા સુધારાને પગલે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જાવા મળી રહ્યો છે અને તેને કારણે પણ નીચા ભાવ માગને સપોર્ટ મળ્યો છે. નોંધનીય છે કે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ અગાઉ ૧૩૦૦ ડોલરની સપાટીએ પહોંચી ગયેલા હતા જેમાં મોટો ઘટાડો નોંધાઇ હાલ ૧રર૦ ડોલર પ્રતિ ઔં સની સપાટીએ જાવા મળી રહ્યા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




