સુરત,તા.૧૬
નોટબંધીને બે વર્ષ પુરા થયા છે અને ચલણમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થઇ છે છતા હજુ થોકબંધ જુની નોટો સાથે આરોપી પકડાવાના કિસ્સા બની રહ્યા છે. ગુરુવારે મોડી સાંજે નવસારી વિસ્તારમાંથી ચલણમાંથી રદ કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ની રૂપિયા ૬૯ લાખની નોટ સાથે નવસારી પોલીસે બેની ધરપકડ કરી છે. બંને સુરતના વતની વતની છે.પોલીસે ૫૦૦ની ૧૦૯૧૩ અને ૧૦૦૦ની ૧૪૫૧ નોટ તથા નંબર વગરની સ્કુટી તથા મોબાઇલ જપ્ત કરીને બનેંની ધરપકડ કરી છે.
નવસારી ટાઉન પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ પોલીસને માહિતી મળી હતી કે નંબર વગરની સ્કુટી પર બે માણસો ચલણમાંથી રદ થયેલી નોટ સાથે વિરાંજલી માર્ગ અગ્રવાલ કોલેજ પાસેથી પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબ નંબર વગરની સ્ટી પર આવેલા મોહમંદ ઝુબેર હનીફ ઝવેરી ( રહે. રાણીતળાવ, સુરત) અને રમેશ વિઠ્ઠલ રાવળ ( રહે. નવદુર્ગા સોસા. નાનાવરાછા, સુરત)ની ધરપકડ કરી હતી. તેમની પાસેની કાળી બેગમાં ૫૦૦ના દરની ૧૦૯૧૩ જેની કિંમત રૂપિયા ૫૪, ૫૬, ૫૦૦ અને ૧૦૦૦ના દરની ૧૪૫૧ જેની કિંમત રૂપિયા૧૪,૫૧,૦૦૦ મળી કુલ ૬૯,૦૭,૫૦૦ની નોટ પોલીસે કબ્જે લીધી હતી.આ નોટ કોને આપવાની હતી તેની પોલીસ તપાસ કરી રહી છે.નવસારી ઇન્કમટેકસ વિભાગને જાણકારી આપી દેવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




