ફરીવાર થશે ખાત્મો,સેનાએ જાહેર કરી ૧૭ આતંકીઓની યાદી

0
20

ન્યુ દિલ્હી,તા.૩૧
કશ્મીરમાં સક્રિય આતંકીઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જૈશ, હિબ્ઝ અને લશ્કરના કમાંડરનો સમાવેશ છે. હિબ્જ કમાંડર રિયાઝ નાઈકુ અને ઝાકીર મુસાનો પણ આ લિસ્ટમાં સમાવેશ છે. તો તમામ આતંકીઓને A++ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.
નાપાક પાકિસ્તાન વારંવાર શસ્ત્ર વિરામનો ભંગ કરી ભારતીય જવાનોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. સાથે જ ગોળીબારની આડમાં નાપાક આતંકીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવી રહ્યું છે. કશ્મીર ઘાટીને સતત સળગાવી રહ્યું છે.
તેવામાં હવે ઘાટીને આતંક મુક્ત બનાવવા સુરક્ષાદડો વધુ એક મોટું અભિયાન છેડ્યું છે. સુરક્ષાદળોએ ૧૭ ખુંખાર આતંકીઓનું લીસ્ટ પણ તૈયાર કરી લીધું છે. અને આ ટોપ આતંકી કમાન્ડરોના ખાતમાની તૈયારી પણ કરી લીધી છે. સુરક્ષાદળોના આ લીસ્ટમાં જૈશ-એ-મોહમ્મદ, હિબ્ઝ અને લશ્કરના કમાંડરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, સુરક્ષાદળો દ્વારા જે લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તે તમામ ખૂંખાર આતંકીઓ A++ કેટેગરીમાં આવે છે. અને આ તમામનો ખાતમો કરવા ટૂંક સમયમાં જ સેના દ્વારા અભિયાન ઝડપી બનાવાશે. આપને જણાવી દઈએ કે, જે ૧૫૨ આતંકીઓને સુરક્ષાદળોએ અત્યાર સુધીમાં ઠાર માર્યા છે. તેમાંથી ૧૨ જેટલા આતંકીઓનો ચાલુ મહિને જ ખાતમો કરાયો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY