ઓએનજીસીમાં જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચીમકી

0
104

જંબુસર:
જંબુસર તાલુકાના નાડા ગામના ખેડૂતોએ ઓએનજીસીમાં જમીન ગુમાવી હોય વારંવાર નોકરી બાબતે રજૂઆતો કરી હોવા છતાંય આ પ્રશ્નોનો કોઇ નિવેડો નહીં આવતાં નાણાં ગામના ખેડૂતોના રોજ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
જંબુસર તાલુકાના નાડા ગામના ૧૯ જેટલા ખેડૂતોની જમીન ઓએનજીસીમાં ૧૯૯૨ થી ગુમાવેલ છે તેમની માગણી છે કે તમામ ખેડૂતોને નોકરી આપવામાં આવે આ અનુસંધાને ૨૮/૩/૧૮ ના રોજ તમામ ખેડૂતોએ ઓએનજીસી નાળા ખાતે અહિંસક આંદોલન છેડ્યું હતું. તે બાબતની માજી ધારાસભ્ય તથા ડીવાયએસપી જંબુસર તથા ઓએનજીસીના અધિકારીઓ સાથે વાત થયા મુજબ ૩૦/૩/૧૮ ના રોજ નોકરી આપવાની વાત સાથે આંદોલન સમેટાયું હતું. તે અનુસંધાને જંબુસર રેસ્ટ હાઉસ પર પૂર્વ ધારાસભ્ય ડીવાયએસપી જંબુસર કોઈ એરિયા મેનેજર ડીજીએમ પ્રોડક્શન મેનેજરની ઉપસ્થિતિમાં નાળા ગામના ખેડૂતો કે જેઓએ ઓએનજીસીમાં જમીન ગુમાવી છે તે ખેડૂતો હાજર રહી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોએ ઓએનજીસીમાં જમીન ગુમાવ્યું હોય તે ખેડૂતોને નોકરી મળવી જોઇએ તેમ ઓએનજીસી એરિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ લેખિતમાં એમ પણ ઉલ્લેખ કરેલ છે કે ૨/૪/૧૮ના રોજ સાંજ સુધી લેખિતમાં નોકરીનો ઓર્ડર આપવામાં નહીં આવે તો તારી ૪/૪/૧૮ ના રોજ તમામ ખેડૂતો પરિવાર સાથે ઓએનજીસી મેઇન ગેટ સામે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે ઓ એન જી સી એરિયા મેનેજરે જણાવ્યું હતું કે ઓએનજીસી પોલિસી તથા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આધારે એસેટ મેનેજર તથા ઓથોરિટી આ અંગે નિર્ણય લેશે ખેડૂતોની સાથે ઓએનજીસી અંકલેશ્વર મીટિંગ કરવામાં આવશે.
રિપોર્ટર: હરીન અેસ પટેલ જબુસર
૯૪૨૭૪ ૭૯૬૪૨.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY