જામનગર,તા.૮
જામનગરમાં રહેતા એક વિદ્યાર્થીને સ્નેપડીલ ઓનલાઇન શોપીંગના નામે ત્રણ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન કરી એક શખ્સે લકી ડ્રોમાં કાર લાગી હોવાની લાલચ આપી રૂ. એક લાખ ઉપરાંતની રકમ પડાવી લીધાનો લાલબતી રૂપ કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે ખાલી મોબાઇલ નંબરોના આધારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર સહિત રાજ્યભરમાં ઇ-છેતરપીંડીના વધી રહેલા બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં અન્સાર મંજીલમાં રહેતા અન્સાર અહમદ મહમદ ઇકબાલ અન્સારી નામના કોલેજીયન વિદ્યાર્થીને ગત તા.૫મીના રોજ એક અજાણ્યા શખ્સે સ્નેપડીલ ઓન લાઇન શોપીંગના નામે ફોન કર્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે પોતાની ઓળખ ઓન લાઇન વ્યાપાર કરતી કંપનીના કર્મચારી તરીકેની આપી, તાજેતરમાં કરવામાં આવેલા એક લકી ડ્રોમાં અન્સારનું નામ પસંદગી પામ્યુ હોવાનું જણાવ્યું હતું. આ લકી ડ્રોમાં પોતાને ટાટા સફારી કાર ઇનામ પેટે લાગી હોવાની લાલચ આપી હતી. જાકે આ કાર મેળવવા માટે આરોપીએ પોતાનો બેંક એકાઉન્ટ આપી તેમાં રૂ. ૧,૦૭,૦૦૦ જમા કરાવવા કહ્યુ હતું.
એક લાખ આપી કાર મળતી હોવાથી આ યુવાને લાલચમાં આવી જઇ ફોન કરનાર શખ્સે આપેલા બેંક એકાઉન્ટમાં ઉપરોકત રકમ જમા કરાવી હતી. ત્યારબાદ આરોપીએ પોતાના મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા અન્સાર અહેમદને છેતરાયો હોવાની લાગણી થઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




