પહેલી નવેમ્બરથી રેલ્વેમાં જનરલ ટિકિટનું ઓનલાઈન બુકિંગ થશે

0
177

ન્યુ દિલ્હી,તા.૨૩
પહેલી નવેમ્બરથી રેલ્વેની અનરીઝર્વ્ડ ટિકીટનું બુકીંગ ઓનલાઇન થઇ જશે. દિવાળી પહેલા મુસાફર પોતાના મોબાઇલ ફોનથી લાંબા અંતરની ટ્રેનમાં રેલવેના અનારક્ષિત ટીકીટ સીસ્ટમ (યુટીએસ)થી જનરલ ટિકીટ ખરીદી શકશે. તેના માટે હવે તેમણે કાઉન્ટર પર લાંબી લાઇનમાં નહીં ઉભુ રહેવું પડે.
રેલમંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે યુટીએસ ઓન મોબાઇલ સેવા ર૦૧૪માં શરૂ થઇ હતી. પહેલા તે મુંબઇ ઉપનગરીય સેવા, પછી દિલ્હી-પલવલ અને ચેન્નાઇ ઉપનગરીય સેવા ચાલુ કરાઇ હતી. રેલવેના ૧પ ઝોનમાં આ સેવા શરૂ થઇ ચૂકી છે.
નોર્થ ઇસ્ટ ફ્રંટીયર રેલ્વેના કટિહાર, અલીપુરદ્વાર, લુબીંગ, રંગીયા તીનસુખીયા અને વેસ્ટર્ન સેન્ટ્રલ રેલ્વેના જબલપુર, ભોપાલ અને કોટા ડીવીઝનમાં યુટીએસ ઓન મોબાઇલ શરૂ નથી થઇ શકયું તેના લીધે સેંકડો મુસાફરો આ સેવાનો લાભ નહોતા લઇ શકતા. રેલમંત્રાલય ૩૦મી ઓકટોબર સુધીમાં બાકી રહેલા ડીવીઝનોમાં આ સેવા ચાલુ કરી દેશે. આમ પહેલી નવેમ્બરથી દેશભરમાં મોબાઇલ પર જનરલ ટીકીટ બુકીંગની સેવા શરૂ થઇ જશે.
મુસાફરો ટીકીટ બુકીંગ માટે એકવાર રજીસ્ટ્રેશન અને લોગઇન કરવું પડશે. દરેક પીએનઆર પર વધુમાં વધુ ચાર મુસાફરો મુસાફરી કરી શકશે. કયા સ્ટેશનથી ઉપડવાનું અને કયા સુધી જવાનું છે તે અંગેનો મેસેજ જીપીએસ દ્વારા બુકીંગ થયા પછી મળી જશે. ટીકીટનું ચૂકવણુ ડેબીટકાર્ડ, ક્રેડીટકાર્ડ, પેટીએમ વગેરે દ્વારા થઇ શકશે. એપ દ્વારા પ્લેટફોર્મ ટીકીટ જનરલ ટીકીટ, માસીક પાસ વગેરે ઓનલાઇન લઇ શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY