સેનાનું ‘ઓપરેસન ઓલઆઉટ’ : આઠ આતંકી ઠાર,બે જવાન શહિદ

0
96

શ્રીનગર,
તા.૧/૦૪/૨૦૧૮

સેનાએ અનંતનાગ,શોપિયામાં એન્કાઉન્ટર કર્યા,લશ્કરનો માસ્ટ વાન્ટેડ ટાપ કમાન્ડર પણ ઠાર

એક આતંકી જીવતો પકડાયો, તમામ આતંકી સ્થાનિક હતા, શોપિયામાં મોટાપાયે પથ્થરમારો,૩૧ ઘાયલ,પ્રદર્શનકારીઓને હટાવવા માટે સેનાએ પેલેટ ગનનો ઉપયોગ કર્યો

આતંકવાદ પ્રભાવિત દક્ષિણ કાશ્મીરમાં રવિવારના રોજ સુરક્ષા બળોને મોટી સફળતા પ્રાપ્ત થતાં ૮ આતંકીઓને ઠાર કરી દીધા. આ સફળતા એટલા પણ અગત્યની છે કારણ કે મૃત્યુ પામેલ આતંકીઓમાં બે લેફ્ટનેંટ ઉમર ફયાઝનો હત્યારો પણ હતો. સુરક્ષાબળોએ ગુપ્ત માહિતીના આધાર પર કાર્યવાહી કરતાં અનંતનાગ અને શોપિયાં જગ્યા પર મોટી કાર્યવાહીને અંજામ આપ્યો. આ અથડામણમાં કમ સે કમ ૮ આતંકવાદી મૃત્યુ પામ્યા છે. આ અથડામણમાં બે સૈનિક પણ શહીદ થયા છે. કેટલાંક જવાનો ઘાયલ પણ થયા છે. તમામ આતંકવાદી સ્થાનિક હતા અને તેમના મોતના સમાચાર જાણી શોપિયામાં મોટાપાયે પથ્થરમારો શરૂ થઇ ગયો, જેમાં કમ સે કમ ૩૧ લોકો ઘાયલ થયા. પ્રદર્શનકારીઓને હટાવા માટે સુરક્ષા બળોને પેલેટ ગનનો ઉપયોગ કરવો પડ્યો.

સેનાની ૧૫મી કમાન્ડની જીઓસીના એકે ભટ્ટે કહ્યું કે અમે લેફ્ટનેંટ ઉમર ફયાઝના હત્યારાને શોધી રહ્યાં હતા, જે દરમ્યાન આ અથડામણ થઇ. એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા તમામ આતંકી સ્થાનિક છે. સુરક્ષા બળોએ અનંતનાગથી એક આતંકવાદીને જીવતો પકડી લીધો છે. ઘાટીમાં વિરોધ પ્રદર્શનની આશંકાને જાતા કેટલાંય જિલ્લાઓમાં ઇન્ટરનેશ સર્વિસીસને બંધ કરી દેવાઇ છે. અપુષ્ટ સૂચનાના મતે સૈન્ય ઓપરેશન અત્યાર સુધી કુલ ૧૧ આતંકવાદીઓ મરી ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અનંતનાગ અને શોપિયાંના દ્રગડમાં સૈન્ય ઓપરેશન ખત્મ થઇ ગયું છે.

કહેવાય છે કે આતંકવાદીઓના માર્યા બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો અને સુરક્ષા બળો અને નાગરિકોની વચ્ચે સંઘર્ષ શરૂ થઇ ગયો. પોલીસે કહ્યું કે દ્રગડ, કચદુરા, અને સુગાન ગામમાં પ્રદર્શનકારીઓએ સુરક્ષા બળો પર પથ્થરમારો કર્યો ત્યારબાદ સુરક્ષા બળોએ ટિયર ગેસના ગોળા ફેંકયા અને પેલેટ ગનનો ઉપયોગ કર્યો. શોપિયાં જિલ્લા હોસ્પટલના ચિકિત્સકોને કહ્યું કે આટલા દર્દીઓની સાથે સારવાર કરવામાં સક્ષમ ન હોવાના લીધે ૨૦ દર્દીઓને શ્રીનગર હોસ્પટલમાં રેફર કરી દીધા છે. આતંકીઓના મોતના સમાચાર ફેલાયા બાદ શોપિયાં, અનંતનાગ, કુલગામ, અને પુલવામામાં તણાવ વધી ગયો.

તેમણે કહ્યું કે શોપિયાંના કાચદોરામાં અભિયાન ચાલુ છે. અહીં ચાર થી પાંચ આતંકીઓ છુપાયાની આશંકા છે. તેમણે કહ્યું કે અનંતનાગમાં એક આતંકીએ પરિવારવાળા અને પોલીસને સમજાવા પર આત્મસમર્પણ કરી દીધું. વૈદ્યે આટલી મોટી સંખ્યામાં યુવાનોના મરવા પર દુખ વ્યક્ત કર્યું. તેમણે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યે હથિયાર ઉઠાવનાર કાશ્મીરી યુવાનોના પરિવારને અપીલ કરી કે તે પોતાના બાળકોને પાછા આવવા માટે અપીલ કરે. બીજીબાજુ સેનાના પ્રવક્તાએ કહ્યું કે શોપિયાંમાં સ્થાનિક લોકોએ સેનાને રોકવાની કોશિષ કરી જેથી કરીને આતંકવાદી ભાગી શકે પરંતુ તેમને સંયમ રાખતા તેમને હટાવે. તેમણે કહ્યું કે શોપિયામાં એનકાઉન્ટરના સમયે પથ્થરમારાની ઘટના વધી ગઇ છે. સૈન્ય કાર્યવાહીને જાતા કેટલાંય જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

વૈદ્યે કહ્યું કે શોપિયાંના દ્રાગડ અને કાચદોરામાં એક-એક સામાન્ય નાગરિકના મોત થયા છે. તેમણે કહ્યું કે કાર્યવાહીમાં પથ્થરમારો કરતાં ૩૧ લોકો ઘાયલ થયા છે. સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે શોપિયાંમાં મૃત્યુ પામેલાં ૭ લોકોમાંથી બે આતંકવાદી ભારતીય સેનાના લેફ્ટનેંટ ઉમર ફયાજની હત્યામાં સામેલ હતા. મૃત્યુ પામેલા મામ સાતેય આતંકવાદી સ્થાનિક હતા અને તેમના પરિવારવાળાઓએ તેમને ઓળખી લીધા છે. મૃત્યુ પામેલા આતંકવાદીઓની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર પ્રાપ્ત થયા છે.

શનિવારની મોડી સાંજે પુલવામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક સામાન્ય નાગરિકની હત્યા થયી હતી. પુલવામાં મૂરણ ચોક વિસ્તારમાં આતંકીઓ દ્વારા મોહમ્મદ અશરફ મીર નામના વ્યક્તિને ગોળી મારવામાં આવી હતી. ઉપચાર દ્વારા તે વ્યક્તિની મૌત થઇ ગયી. મોહમ્મદ અશરફ પૂર્વ આતંકી હતો જે સેના માટે સ્પેશ્યલ પોલીસ ઓફિસર તરીકે કામ કરતો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY