નર્મદા જીલ્લા ના ભૂછાડ ગામે  24 કલાક ના ઉભા ભજન ની અનોખી પરંપરા, ધારાસભ્ય પીડી વસાવા એ પોતાની ટેક પુરી કરી 

0
31

છેલ્લા વર્ષો 11 વર્ષ થી અખંડિત ઉભા ભજન કરી આકર્ષણ જમાવે છે. અને જેમાં 12 થીવધુ ભજન મંડળીઓ ભાગ લે છે.

15 વર્ષના વનવાસ ભોગવી પુનઃધારાસભ્ય બનેલા પી.ડી વસાવાએ હનુમાનજીની બાધાં રાખી હતી.

રાજપીપળા :  નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકાના ભૂછાડ ગામે પાંચ પાંડવેશ્વર મંદિરે  24 કલાક ના ઉભા ભજન ની અનોખી પરંપરા છેલ્લા 11 વર્ષ થી ચાલતી આવી છે. જે ઉભા ભજન એક અનોખું આકર્ષણ જમાવે છે. અને જેમાં આજુબાજુના ગામો ની 12 થી વધુ ભજન મંડળીઓ ભાગ લે છે. અને જેની આજે પુર્ણાહુતી રાખવામાં આવી જેમાં જીલ્લાના તમામ પક્ષોના આગેવાનો આ ભજનની રમઝટ માં ભાગ લીધો હતો. જેમાં મુખ્ય આયોજક એવા પી.ડી.વસાવા, જતીન વસાવા, કોલેજના આચાર્ય શૈલેન્દ્રસિહ માંગરોલા,પ્રો,રવિ વસાવા, મનીષ વસાવા, સહીત અનેક આગેવાનો ગ્રામજનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા. અને જેમને પણ આ ઉભા ભજન માં રમઝટ જમાવી હતી.

આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા એ જણાવ્યું હતું કે જેમ શ્રી કૃષ્ણ ભગવાન નો રાશ ગોપીયો મંત્ર મુગ્ધ બની રમે છે. એમ ભગવાન ની ભક્તિ અમે ગરબા રાશ રમતા રમતા સતત 24 કલાક ભજન કરી રમીએ છે. અને જેમાં છેલ્લા 15 વર્ષથી સત્તાથી વિમુખ કોંગ્રેસ આ વર્ષે મને ટિકિટ આપી અને હું જંગીતોથી જીત્યો એટલે એમ કહીશકાય કે રામ ની જેમ મારો 15 વર્ષનો વનવાસ પૂરો થયો આજે પાંચ પાંડવેશ્વર મહાદેવ અને હનુમાન જી પાસે રાખેલી ટેક મારી પૂરી થઈ અને આનો પણ એક ઉમંગ છે હું મારો પરિવાર અને મારા તમામ શુભ ચિંતકો એક સાથે આખીરાત 24 કલાક આખંડ ભજન રાખી અમે ગરબે ઝૂમ્યા છે. બસ અમારી પર ભગવાન ની કૃપા બની રહે એજ પ્રાર્થના।

રિપોર્ટર- નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY