CBSE પેપર લીક : બે શિક્ષક અને કોચિંગ ક્લાસના માલિકની ધરપકડ

0
58

ન્યુ દિલ્હી,
તા.૧/૦૪/૨૦૧૮

બે શિક્ષકે ૧૫ મિનિટ પહેલાં જ પેપર લીક કર્યું હતું : દિલ્લી પોલીસ

CBSE પેપર લીક મામલે પોલીસની SIT‌એ રવિવારે ૩ લોકોની ધરપકડ કરી છે. જેમાં ૨ ટીચર અને એક કોચિંગ માલિક સામેલ છે. પોલીસના જણાવ્યાં મુજબ, તમામને ૧૨માં ધોરણના પેપર લીક મામલે પકડવામાં આવ્યાં છે. બંનેએ પરીક્ષા પહેલાં ૯-૧૫ વાગ્યે પેપરની ફોટો કાઢીને તેને કોચિંગ સંચાલકને મોકલી દીધી હતી. જ્યાંથી પેપરને અનેક જગ્યાએ સક્ર્યુલેટ કરવામાં આવ્યું હતું. આ પહેલાં SITએ શનિવારે રાત્રે લગભગ ૯-૩૦ વાગ્યાની આસપાસ CBSEના પ્રીતવિહાર સ્થિત મુખ્યાલય પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી અનેક મહત્વનાં દસ્તાવેજ જપ્ત કરાયાં હતા.

પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય ધરપકડ ૧૨માં ધોરણના પેપરના મામલે કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા ટીચરોએ પેપરની ફોટો કાઢીને કોચિંગ સંચાલને આપી હતી. જ્યાંથી આ પેપર સ્ટૂડન્ટ્‌સની પાસે મોકલવામાં આવ્યાં હતા. હેંડરાઈટિંગમાં પણ પેપર લીક થયાં હતા, જેની પોલીસ તપાસ કરી રહી છે.

CBSE ચેરપર્સનને ઇમેલથી પેપર લીકની સુચના આપનારો વ્હસલબ્લોઅર પોલીસે શનિવારે પંજાબથી એકની ધરપકડ કરી છે. તેની પેપરના સોર્સની પૂછપરછ કરી છે. જે અંગે ગૂગલ પાસેથી જાણકારી મળી હતી.

શનિવારે પોલીસે દિલ્હીના બહારી વિસ્તારોની અનેકત સ્કૂલ, પરીક્ષા કેન્દ્રો અને વિદ્યાર્થીઓને ઘરે પહોંચી હતી. SIT‌ના એક પ્રાઈવેટ સ્કૂલના પ્રિન્સપાલ અને CBSEના કર્મચારી સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી છે. તેના ખુલાસાઓના આધારે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યાં હતા. તપાસના તથ્યોના આધારે ઝ્રમ્જીઈએ અનેક કર્મચારીઓને મોડી રાત્રે મુખ્યાલયમાં બોલાવીને પૂછપરછ કરી હતી.

દિલ્હી પોલીસના જાઈન્ટ સીપી આલોક કુમારના જણાવ્યાં મુજબ દરોડા દરમિયાન પેપર લીકથી જાડાયેલાં મહત્વ ડેટા મળ્યાં છે.

જા કે તેઓએ આ ડેટા અંગે કોઈજ જાણકારી આપી ન હતી. સૂત્રોના દાવા મુજબ પોલીસ પેપર લીકની અનેક મહત્વની કડીઓ જાડી ચુકી છે. ટૂંક સમયમાં જ મોટો ખુલાસો સંભવ છે. ક્રાઈમ બ્રાંચની ત્રણ ટીમો ૬૦ સંદિગ્ધોની પૂછપરછ કરી ચુક્યાં છે. જેમાં કોચિંગ સંસ્થાનોના ૭ ટ્યૂટર અને ૫૩ વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તપાસ દરમિયાન ૫૦થી વધુ મોબાઈલ જપ્ત કરાયાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY