ચંડીગઢ,તા.૨૧
હરિયાણાથી કરોડો રૂપિયાની લૂંટના સમાચાર મળ્યા છે. ગુજરાતના બે વેપારીનું અપહરણ કરી સાડા ચાર કરોડ રૂપિયા લૂંટી લીધા છે. આરોપી તેમને બોર્ડર પર ફેંકી ફરાર થયા છે. આ ઘટના બાદ બંને વેપારીઓ આઘાતમાં છે. તો પોલીસ બેડામાં પણ દોડધામ થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતના મહેસાણા જિલ્લાના બે વેપારીઓ સાથે લૂંટફાટ થઈ. તેમણે જણાવ્યું કે તેઓ ગુરૂવારે રાત્રે દિલ્હીના ચાંદની ચોકથી ૪ઃ૩૦ વાગ્યે પૈસા લીધા. ગુડગાંવના ખેડકી દોલાની પાસે ત્રણ કારમાં આવેલા લૂંટારૂઓએ તેમનું અપહરણ કર્યું. આ ત્રણ અજાણ્યા શખ્સો આખી રાત તેમને રેવાડી અને એનએચ પર ફરાવતા રહ્યાં. શુક્રવારે સવારે લગભગ પાંચ વાગ્યે તેમણે બંનેના હાથ-પગ બાંધી દીધા અને જયસિંહપુર ખેડા રાજસ્થાન બોર્ડરની પાસે ફેંકી ફરાર થઈ ગયા. આ વિસ્તાર જિલ્લા અલવરના શાજાપુર ક્ષેત્રમાં આવે છે.
રાહદારીઓની મદદથી તેમણે પોતાના હાથ-પગ ખોલ્યા અને પોલીસને જાણ કરી. જાણકારી મળતા જ બાવલ પોલીસ અને શાજાપુરની પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. અત્યારે આ વિસ્તારની નાકાબંધી કરી દેવાઈ છે. તો ઘટના નોંધી તપાસ કરાઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



