ઓસ્ટ્રેલિયામાં પ્રેકિટસ વીના ટી-૨૦ મેચ રમવું મુશ્કેલઃ ખલિલ અહમદ

0
3

ન્યુ દિલ્હી,તા.૨૪
ભારતના યુવા ઝડપી બોલર ખલીલ અહમદ પોતાના પ્રથમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રોજ કંઇક નવું શીખી રહ્યા છે અને અહિંયાની ઝડપી અને ઉછાળાભરી પીચો પર બોલિંગ કરવામાં તેને સીનિયર બોલર ભુવનેશ્વર કુમારથી ખુબ જ મદદ મળી રહી છે. ખલીલ અહમદે કહ્યું કે તે છેલ્લી ટી-૨૦ મેચમાં સુધારો કરીને વધુ સારી રીતે બોલિંગ કરવાનો પ્રયત્ન કરશે.
ખલીલે શુક્રવારે રદ્દ થયેલ બીજી ટી-૨૦ મેચમાં બે વિકેટો લીધી હતી. તેણે કહ્યું,’અહિંયા સ્થિતિ તદ્દન અલગ છે. વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ અથવા એશિયા કપમાં અમે ઉપમહાદ્વીપ અથવા તેના જેવી પીચો પર રમ્યા. ઓસ્ટ્રેલિયામાં વધુ પ્રેકિટસ સેશન ન હતાં. તો અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે કઈ લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરવી’.
તેણે વધુમાં કહ્યું,’અહિંયા રમવું સરળ ન હતું. પ્રેકિટસ વિના અચાનક ટી-૨૦મેચમાં રમવું મુશ્કેલ હતું. ઓસ્ટ્રેલિયા જેવી ટીમ વિરૂદ્ધ કોઇ પણ પ્રકારની લાપરવાહી વર્તી શકાય નહી, તેઓ અંત સુધી હાર નથી માનતા.’ ખલીલે કહ્યું,’ગત કેટલાક મહિનાઓથી મને ઘણું શીખવા મળ્યું છે. વ્યાવસાયીકરણ, પરિપક્વતા અને જવાબદારી. આથી ભુવનેશ્વર કુમાર જેવા સીનિયર ખેલાડીઓ પાસેથી મને ઘણું શીખવા મળ્યું.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY