ન્યુ દિલ્હી,તા.૨૪
વિરાટ કોહલી પોતાની બેટિંગને લઈને ઘણો લોકપ્રિય છે પણ તેની કેપ્ટનશિપને લઈને હંમેશા સવાલો ઉઠે છે. ઘણી વખત ટીમના સિલેક્શન અને મેદાન ઉપર કરવામાં આવેલા નિર્ણયને લઈને તેની ટિકા થાય છે. પાકિસ્તાનનો પૂર્વ સુકાની શાહિદ આફ્રિદી પણ વિરાટ કરતા મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપને બેસ્ટ ગણાવે છે. કોહલીએ કેપ્ટન તરીકે હજુ સુધારો કરવાની જરુર છે. કોહલી ધોની જેટલો બેસ્ટ નથી.
આફ્રિદીએ જણાવ્યું હતું કે હાલના ક્રિકેટમા વિરાટ કોહલી મારો ફેવરિટ બેટ્સમેન છે. જાકે વાત કેપ્ટનશિપની આવે તો હજુ તેણે સીનિયર ખેલાડી અને પૂર્વ સુકાની એમએસ ધોની પાસેથી ઘણું શીખવાની જરુર છે. કારણ કે મારી નજરમાં ધોની હજુ પણ બેસ્ટ કેપ્ટન છે.
ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં ભારતીય ટીમ ૩ ટી-૨૦, ૪ ટેસ્ટ અને ૩ વન-ડે રમવાનું છે.
ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર આફ્રિદીએ કહ્યું હતું કે જા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર જીતવા માંગે છે તો બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાની પિચો પહેલા જેવી ઉછાળ ભરી રહી નથી. હવે પહેલાની સરખામણીએ રન બનાવવા આસાન છે. તેથી જા ભારતીય ટીમ ત્યાં જઈને સારી બેટિંગ કરશે તો નિશ્ચિતપણે ઓસ્ટ્રેલિયાને તેને ઘરમાં હરાવશે.
૧૯૪૭થી લઈને અત્યાર સુધી ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી માટે ૧૧ વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે પણ હજુ ટીમ એકપણ વખત ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





