કરાંચી,તા.૨૩
પાકિસ્તાન ક્રિકેટ બાર્ડ (પી. સી. બી.) આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ પૂર્વે પોતાના આંગણે બે મેચની વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝ રમવા ક્રિકેટ આૅસ્ટ્રેલિયા (સી. એ.)ને વિનવી રહ્યું છે.
પી. સી. બી.ના ચેરમેન અહેસાન મનીએ કહ્યું હતું કે આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં સંયુક્ત આરબ અમિરાતમાં પાંચ મેચની શ્રેણી રમાશે અને આૅસ્ટ્રેલિયાની ટીમને પાકિસ્તાનમાં બે મેચ રમવા વિનંતી કરવામાં આવી છે. આઈ. સી. સી. વર્લ્ડ કપનો પ્રારંભ ઈંગ્લેન્ડમાં મે મહિનાના અંતમાં થનાર છે.
વર્તુળોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ પૂર્વે ઈંગ્લેન્ડમાં પાંચ વન-ડે મેચની શ્રેણી પણ રમનાર છે. આૅસ્ટ્રેલિયાની ટીમ ૧૯૯૮ બાદ પાકિસ્તાનમાં રમવા આવી નથી. માર્ચ ૨૦૦૯માં પ્રવાસી શ્રીલંકાની ટીમના ખેલાડીઓની બસ પર લાહોરમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં કોઈ મુખ્ય ક્રિકેટ રાષ્ટÙની ટીમ રમવા આવી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





