સુરત, તા. ૦૮
પરસ્ત્રી સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી આધેડ વયના વ્યકિત પાસેથી રૂ. ૭.૫૦ લાખ પડાવી લેનારા બોટાદના બે વ્યકિત સામે પોલીસ ફરિયાદ થઈ હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેડરોડ કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા જીવરાજ લાલજીભાઈ કળથિયા (ઉ.વ. ૭૧)એ આરોપી હિતેશ ઉર્ફે મંગળુ ઉર્ફે ભગો રઘુ ડાંભલા, અશોક વાઘજી ગોહિલ (રહે. બોટાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ કાવત્રુ રચી અવાર નવાર ફરિયાદીને ફોન કરી પરસ્ત્રી સાથેના ફોટા વાયરલ કરવાની ધમકીઅો આપી અલગ-અલગ સ્થળે બોલાવી ફોટા પાડી ઝઘડો મારઝૂડ કરી પૈસાની માંગણી કરી હતી. તેમજ અલગ અલગ તારીખે કુલ્લે રૂપિયા ૭.૫૦ લાખ બળજબરીથી પડાવી લીધા હતા ત્યારબાદ પણ પૈસાની માંગણી ચાલુ રાખી હતી.
બનાવ અંગે કતારગામ પોલીસે ફરિયાદ નોંધી પોસઈ આર.બી. વનારે તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



