શુભમના પિતાની લખનૌમાં સોફ્ટવેર કંપની છે
કેલિફોર્નિયા,તા.૨
જે ઉંમરમાં લોકો કોલેજ લાઈફની મોજ માણતા હોય તે ઉંમરમાં એક ભારતીય એવા પણ છે જે વિદેશી ધરતી પર ગર્વનર પદની દોડમાં ઝડપથી આગળ વધી રહ્યા છે.
૨૨ વર્ષના આ ભારતીય અમેરિકી આઈટી પ્રોફેશનલનું નામ શુભમ ગોયલ છે અને તે કેલિફોર્નિયાના ગવર્નર પદની રેસમાં મજબૂતી સાથે ટકેલા છે.
મૂળ શુભમ ગોયલનો સંબંધ ઉત્તર પ્રદેશ સાથે છે. તેમની માતા કરુણા ગોયલ મેરઠના છે અને પિતા વિપુલ ગોયલની લખનૌમાં પોતાની સોફ્ટવેર કંપની છે.
શુભમે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ અને સિનેમાનો અભ્યાસ કર્યો છે અને વર્તમાનમાં તે ડેનવિલે કેલિફોર્નિયામાં રહે છે.
કેલિફોર્નિયામાં રસ્તા પરથી પસાર થનાર લોકોને શુભમ મેગાફોન દ્વારા સંબોધિત કરે છે અને લોકોને જણાવે છે કે આખરે તે કેમ આ પદ માટે ઉમેદવાર છે.
શુભમ એ પણ સમજાવે છે કે તે ડેમોક્રેટ ગવર્નર જેરી બ્રાઉન સામે કેવી રીતે જીત મેળવી શકે છે. તે વર્ચ્યુઅલ ટેક્નોલોજી દ્વારા લોકો સાથે જાડે છે તેમનું માનવુ છે કે આનાથી સમાજમાં પરિવર્તન આવશે અને શિક્ષણ સંબંધિત સમસ્યાઓ પૂરી થઈ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






