એડ ગુરુ એલેક પદ્મસીનું ૯૦ વર્ષની વયે નિધન

0
8

મુંબઈ,તા.૧૭
જાણીતા એડ ગુરુ એલેક પદ્મસીનું ૯૦ વર્ષની જૈફ વયે મુંબઇ ખાતે નિધન થયું છે. તેમનો જન્મ ૧૯૨૮માં થયો હતો અને થોડા સમય પહેલાં જ ભારત સરકારે તેમને પદ્મશ્રી વડે સન્માનિત કર્યાં હતાં. પદ્મશ્રી ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર વડે પણ નવાજવામાં આવી ચૂક્્યાં છે.
જાહેરખબરની દુનિયાના બેતાજ બાદશાહ મનાતા એલેક પદ્મસીએ અનેક ઉત્કૃષ્ટ જાહેરખબરો બનાવી હતી. તેમની કેટલીયે જાહેરખબરો વિવાદાસ્પદ પણ રહી હતી. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા કામસૂત્ર કોન્ડોમની એડ ઉપર ભારે હોબાળો પણ થયો હતો. આ એડની ફરિયાદ એએસઆઇ સુધી પહોંચી હતી. આ કોન્ડોમ એડની ટેગલાઇન હતી ‘પ્લેઝર ઓફ મેકિંગ લવ’ જેના ઉપર વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ એલેક પદ્મસીએ એએસઆઇને તેનો વિકલ્પ આપવા કહ્યું હતું પરંતુ એએસઆઇને કોઇ વિકલ્પ ન મળતા ટેગલાઇન બદલવામાં ન આવી અને આજે પણ આ કોન્ડોમ આ જ ટેગલાઇન સાથે વેચાય છે. એલેક પદ્મસી જાહેરખબરો ઉપરાંત થિયેટરમાં પણ રૂચિ ધરાવતાં હતાં. ૧૯૮૨માં આવેલી ગાંધી ફિલ્મમાં તેઓ મોહમ્મદ અલી ઝીણાના રોલમાં દેખાયા હતાં.
એલેક પદ્મસીના નિધન ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક પ્રગટ કર્યો છે. રાષ્ટ્રપતિએ ટ્‌વીટ કરીને શ્રદ્ધાંજલિ આપતા તેમને મહાન પ્રતિભા ગણાવ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY