ઈસ્લામાબાદ,તા.૨૮
પાકિસ્તાનના એક પૂર્વ જજ સિકંદર હયાતને ખબર પડી કે તેમના નામ પર ૨૨૦૦ કાર રજીસ્ટર્ડ છે. હયાતના વકીલ મિયાં જફરે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યુું કે તેમના ક્લાંયટે અત્યાર સુધીમાં એક જ કાર ખરીદી છે. પાકિસ્તાનના અગ્રણી અખબાર ડાનમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે પૂર્વ જજના નામ પર ૨૨૦૦ કાર રજીસ્ટર્ડ થવાને લઇ સનસનાટી મચી ગઇ છે.
ડાનમાં છપાયેલા સમાચાર પ્રમાણે પૂર્વ જજના વકીલ મિયાં જફરે કહ્યુું ક મારા ક્લાયન્ટના નામ પર ૨૨૨૪ કારો રજીસ્ટર્ડ છે. વકીલે ઘટના અંગે સુપ્રીમ કોર્ટને માહિતી આપતા કહ્યુું કે થોડાંક દિવસ પહેલાં જ મારા ક્લાયન્ટ અને પૂર્વ જજને એક કારનું ચાલાન મળ્યું હતું. આ કારને તેમણે ખરીદી પણ નહોતી. પંજાબ એક્સાઇઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે માહિતી આપતા એ સામે આવ્યું કે હયાત ૨૨૨૪ વાહનોના રજીસ્ટર્ડ માલિક હતા.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પંજાબ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સચિવ અને ડાયરેકટરે આ કેસમાં એક રિપોર્ટ દાયર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એક સપ્તાહની અંદર રિપોર્ટ માંગ્યો છે. પાકિસ્તાનમાં અત્યારે બેનામી સંપત્તિઓને લઇ કેસ ખૂબ જ ગરમાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




