રણવીર સાથે લગ્ન કર્યા બાદ કેવી હશે જિંદગી દીપિકાએ કર્યા ખુલાસા

0
13

મુંબઈ,તા.૨૮
ગયા રવિવારે બોલિવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્નના સમાચારોએ સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આવતા મહીને ૧૪ અને ૧૫ તારીખે લગ્નના બંધનમાં બંધાવાના છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન અત્યારે બોલિવુડના સૌથી મોટા સમાચાર છે. આ બાજુ તેમના લગ્નના વેન્યૂથી લઈ મેન્યૂ સુધી ફેનની નજર છે. પરંતુ આ બધા વચ્ચે કોઈ નવોઢાના દીલમાં ચાલતુ હોય તેવુ જ દીપિકાના દિલમાં ચાલી રહ્યું છે. અમે તમને જણાવી દઈશું કે, રણવીર સાથે લગ્ન પહેલા શું વિચારી રહી છે દીપિકા.
એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું કે, બિલકુલ હું મારા લગ્નને લઈ ખુબ એક્સાઈટેડ છું. એકદમ એવી કે જ્યારે હું કોઈ નવી ફિલ્મ સાઈન કરતા પહેલા હોઉં છુ. અન્ય યુવતીઓની જેમ મે પણ મારા લગ્ન વિશે વિચાર્યું હતું.
દીપિકાએ કહ્યું કે, હું વિચારતી હતી કે, જ્યારે મારા લગ્ન થશે, ત્યારે ખુબ એક્સાઈટિંગ માહોલ હશે અને હોવો પણ જાઈએ. પરંતુ મને એ સમજણ નથી પડી રહી કે, જિંદગી (લગ્ન બાદ) કેમ બદલવી જાઈએ.
દીપિકાએ જણાવ્યું કે, મે મારા મમ્મી-પાપાને સંબંધ સારી રીતે નિભાવતા જાયા છે. હું પણ મારા લગ્ન જીવનને એવી જ રીતે જાઉં છુ. મે જે રીતે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ જિંદગીને સંભાળી છે, તે મારા માટે એક બેન્ચમાર્ક છે.
દીપિકાએ જણાવ્યું કે, તેણે પોતાની જિંદગીની કેમ જીવવી તે પોતાના પરિવાર પાસેથી જ શીખી રહી છે. તે પણ આજ રીતે પોતાના લગ્ન જીવનને સંભાળવા અને સારૂ બનાવવા માંગે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY