પટના,તા.૨૯
બિહારના બગુસરાય જિલ્લામાં ચાર વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરીને તેમને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય(અકુદરતી સેક્સ) કરવાની ફરજ પાડવાના ગુનામાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવતી કુશવાહા હોસ્ટેલના વિદ્યાર્થીઓનું બુધવારે કાલી અસ્થાન ચોક ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓને બગુસરાય ડિવિઝનલ જેલની પાછળ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. બાદમાં તેમને લૂંટી લેવામાં આવ્યા હતા અને એકબીજા સાથે અકુદરતી સેક્સ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ વિદ્યાર્થીઓના અંગૂઠા પર ફાયરિંગ પણ કર્યું હતું. ભોગ બનનારા તમામ વિદ્યાર્થીઓની ઉંમર ૧૮થી ૨૧ વર્ષની છે. આરોપીઓએ તેમને દારૂ પીવાની પણ ફરજ પાડી હતી. આરોપીઓએ આખો દિવસ વિદ્યાર્થીઓ પર આવો અત્યાચાર ગુજાર્યો હતો.
વિદ્યાર્થીઓએ આરોપીઓમાંથી એક યુવકના વોટર પ્લાન્ટમાંથી પાણી ખરીદવાનો ઇન્કાર કર્યો હોવાથી તેમની સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બાદમાં આરોપીઓએ વિદ્યાર્થીઓનો એક વીડિયો બનાવ્યો હતો તેમજ એવી ધમકી આપી હતી કે જા આ અંગે ફરિયાદ કરશે તો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




