પાક.નું નાપાક ફાયરિંગ યથાવત્‌ : આઠ માસના બાળકના મોતથી ખળભળાટ મચ્યો

0
7

પાકે મોડી રાત્રે અરનિયા,આરએસપુરા સેક્ટરીમાં ફાયરિંગ કર્યું
શ્રીનગર,તા.૨૨
પાછળના ઘણા દિવસોથી બોર્ડર પર સીઝફાયરનો ઉલ્લંઘન કરી રહેલા પાકિસ્તાન હાલમાં પણ પોતાની હરકતોમાં કોઈ સુધાર કરી શકી નથી. સોમવાર મોડી રાતે પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરના અરનિયા અને આરએસપુરા સેક્ટરમાં ફાયરિંગ કરી હતી. પાકિસ્તાન તરફથી આખી રાત મોર્ટારથી હુમલો કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે રવિવારથી જ પાકિસ્તાન ફાયરિંગ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે રવિવારના દિવસે પાકિસ્તાને પ્રથમ દયાની ભીખ માંગી હતી અને મ્જીહ્લને બોર્ડર પર ફાયરિંગ બંધ કરવાની માંગણી કરી હતી અને પછી રાતે લગભગ ૧૦ઃ૧૦ વાગ્યે ફાયરિંગ શરૂ કરી દેવામાં આવી. તેઓ રમઝાનના મહિનામાં પણ બોર્ડર પર સીઝફાયર કરવા લાગ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેના વિસ્તારોમાં બોર્ડર પારથી થઈ રહેલી ફાયરિંગમાં એક ૮ મહિનાના માસૂમ બાળકનું મોત થયું છે. ર્ન્ઝ્ર પાસે સ્થિત વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવાને કારણે સુરક્ષાદળોની સાથે સાથે અનેક નાગરિક પણ શિકાર બની રહ્યા છે.
આ દરમિયાન સોમવારે અખનૂર વિસ્તાર સ્થિત કેરી બત્તાલમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં ૮ મહિનાના માસૂમે જીવ ગુમાવ્યો. પીઠ પર ગોળી વાગવાને કારણે તેનું દર્દનાક મોત થયું છે.
સીઝફાયર ઉલ્લંઘનની ઘટના પછી રાજ્યના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ સોમવારે ર્ન્ઝ્ર પાસેના વિસ્તારોની મુલાકાત લીધી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર તેમણે અરનિયા સેક્ટરમાં બોર્ડર પાસેના ગામના લોકોની મુલાકાત લીધી હતી. અરનિયાની આ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓને ફાયરિંગમાં ઈજાગ્રસ્ત લોકોની સારવાર માટે દરેક શક્ય વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY