દાદીને કુહાડીના ઘા મારી મોત શ કરી પૌત્ર અને અન્ય મદદગારો ફરાર,પકડવા ચક્રો ગતિમાન
રાજપીપળા: નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના દેવાસાકી ગામે ખેતર ના ભાગ બાબતે પરિવાર માં થયેલા ઝગડા માં પૌત્ર એ દાદી પર જીવલેણ હુમલો કર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર દેવાસાકી ગામે રહેતી ફરિયાદી સુનિતા માયારામ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેના જેઠ સહિતના સંબંધીઓ એ ગતરોજ ખેતરના ભાગ બાબતે અદાવત રાખી રમેશ ગેમજી વસાવા એ સુનિતા અને એની સાસુ લેગનાબેન ને લાકડી થી માર માર્યો જયારે સવિતા રમેશ વસાવા એ સુનીતાના વાળ પકડી માર માર્યા બાદ મનોજ રમેશ વસાવા એ કુહાડી લઈ સુનીતાના માથામાં મારી ઇજા કર્યા બાદ દાદી લેગનાબેન ને મારી નાખવાના ઇરાદે કુહાડી ના બે ઘા માથામાં મારી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવવા ની કોસીસ કરી ગાળાગાળી કરી હતી ત્યારે આ બાબતે સુનીતાએ સાગબારા પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે સુનીતાના જેઠ જેઠાણી અને પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી ઇજા કરી ભાગી ગયેલા ત્રણેય ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા તપાસ સાગબારા પી એસ આઈ ડી એ ક્રિશ્યન કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



