ધર્મનિરપેક્ષતા ખતરામાં,૨૦૧૯માં મોદી સરકાર ન બને તે માટે પ્રાર્થના કરો

0
14

દિલ્હીના આર્ક બિશપનો પાદરીઓને પત્ર
ન્યુ દિલ્હી,તા.૨૨
દિલ્હીના આર્કબિશપ અનીલ કાઉટોએ રાજધાનીના તમામ ચર્ચના પાદરીઓને એક પત્ર લખીને ભારતની રાજકિય સ્થિતિને અશાંત ગણાવી છે. આર્કબિશપે ૨૦૧૯ની ચૂંટણીને જોતા પાદરીઓને પ્રાર્થના અને શુક્રવારે ઉપવાસ રાખવાની અપીલ કરી છે.
આર્કબિશપે લખ્યું છે કે વર્તમાન અશાંત રાજકિય પરિસ્થિતિ સંવિધાનમાં રહેલા આપણા લોકતાંત્રિક સિદ્ધાંતો અને આપણા દેશના ધર્મનિરપેક્ષતા માટે જોખમી બની ગઈ છે. આર્કબિશપના આ પત્ર પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપે પણ આને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ પણ આર્કબિશપના પત્ર પર વિરોધ વ્યક્ત કર્યો છે. ભાજપની શાયના એનસીએ તેની ટીકા કરતા કહ્યુ છે કે જાતીઓ કે સમુદાયોને ભડકાવવું અયોગ્ય છે. લઘુમતી મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ હતું કે વડાપ્રધાન ધર્મ અને રાજનીતિને અલગ રાખતા કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાવેશી વિકાસ માટે કામ કરી રહ્યા છે. નકવીએ કહ્યુ હતું કે અમે બિશપને ફક્ત પ્રગતિશીલ માનસિકતા સાથે વિચારવાનું કહી શકીએ છીએ.
આર્કબિશપના આ ચૂંટણી પ્રાર્થનના પત્ર અંગે સંઘ વિચારક રાકેશ સિન્હાએ કહ્યુ હતું કે ભારતીય ધર્મનિરપેક્ષતા અને લોકતંત્ર પર ચર્ચનો હુમલો છે. તેમણે કહ્યુ હતું કે આ વેકિકનનો સીધો હસ્તક્ષેપ છે કેમ કે આ બિશપોની નિમણૂક સીધો પોપ કરે છે. સિન્હાએ કહ્યુ હતું કે તેઓ ભારતને નહીં પરંતુ પોપ માટે કામ કરે છે.
આર્કબિશપે પોતાના પત્રમાં લખ્યું છે કે આપણા દેશ અને તેના નેતાઓ માટે હંમેશા પ્રાર્થના કરવી આપણી પવિત્ર પ્રથા છે, પરંતુ જ્યારે આપણે ચૂંટણી તરફ વધી રહ્યા છીએ તો આ પ્રાર્થના વધી જાય છે. તેમણે લખ્યું છે કે જો આપણે ૨૦૧૯ તરફ જોઈએ તો ત્યારે આપણી પાસે નવી સરકાર હશે અને ચલો આપણે આપણા દેશ માટે પ્રાર્થના શરૂ કરીએ.
આ મામલે જ્યારે આર્કબિશપ સેક્રેટરી ફાધર રોબિન્સન રોડ્રિગ્સનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ હતું કે અમે ચૂંટણી પહેલા આ પ્રકારની પ્રાર્થના કરીએ છીએ. આ વખતે આ પ્રાર્થના પર રાજનીતિ કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY