ઈસ્લામાબાદ,તા.૧૮
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાને આજે રાષ્ટ્રપતિ ભવનમાં ૨૨માં પ્રધાનમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા છે. કાળા રંગની શેરવાણીમાં તહરીક-એ-ઈન્સાફના પ્રમુખે ઉર્દૂમાં શપથ ગ્રહણ કર્યા હતા.
ઈમરાનને શપથના સમયે ઉર્દૂના કેટલાક શબ્દો બોલવામાં તકલીફ પડી. તેઓ પાંચ વાર અટક્્યા. ઇમરાનના શપથ ગ્રહણમાં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજાત સિંહ સિદ્ઘૂ સાથે અનેક પૂર્વ અને વર્તમાન પાકિસ્તાનના ખેલાડીઓ પણ સામેલ હતા. ઇસ્લામાબાદમાં પૂર્વ પાક કેપ્ટને સાદાઇથી શપથ ગ્રહણ કર્યા છે.
ઇમરાનના શપથ ગ્રહણમાં મોટી સંખ્યામાં સેના વરિષ્ઠ અધિકારી પહોંચ્યા હતા. તેમની ત્રીજી પત્ની બુશરા ઉર્ફ પિંકી પણ આ પ્રસંગે હાજર રહી હતી. બુશરા ત્યાં પર્દામાં હતી અને સતત માળા ફેરવતી નજરે પડી હતી. તેણે સમારોહમાં હાજર કેટલીક સ્ત્રીઓ સાથે વાતચીત પણ કરી હતી. આર્મી ચીફ કમર જાવેદ બાજવા આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા નવાજાત સિંહ સિદ્ધુને મળ્યા હતા અને ખૂબ લાંબી વાતચીત પણ કરી હતી.
શુક્રવારે, નેશનલ અસેંબલીએ તેમને સદનમાં થયેલી ચૂંટણીમાં દેશના ૨૨માં વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા. ચૂંટણીમાં પીએમએલ-એન તરફથી મેદાનમાં ઉતરેલા શાહબાજ શરીફની હાર થઇ હતી. જણાવી દઇએ કે ઇમરાનની પાર્ટી ૨૫ જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પી.પી.પી.) ગૃહમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. તેણે પીએમએલ-એનના શરીફને પીએમ બનાવવાના મુદ્દા પર સાથ આપવાથી ઇનકાર કર્યો હતો અને વોટિંગમાં ભાગ નહતો લીધો. ઇમરાન ખાન સામે ચૂંટણી દરમિયાન છબરડાં અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. જીત પછી પોતાના પહેલા ભાષણમાં ઇમરાને કહ્યું કે તે દેશમાં પરિવર્તન લવાશે. ઇમરાને કહ્યું, ‘આપણે દેશમાં જવાબદારી નક્કી કરવી પડશે.’ જે લોકોએ દેશને લૂંટ્યો છે, તેમને માફ કરી શકાશે નહિં. હું વચન આપું છું કે દેશમાંથી બહાર લઇ જતા નાણાં પરત લઇને આવીશ.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



