ઈમરાને એક ક્રિકેટર તરીકે શ્રેણીબદ્ધ સિદ્ધિઓ મેળવી

0
15

ઇસ્લામાબાદ, તા. ૧૮
પાકિસ્તાનના ૨૨માં વડાપ્રધાન તરીકે ઈમરાન ખાને આજે શપથ લીધા હતા. આની સાથે જ એક નવી ઈનિંગ્સ ઈમરાન ખાનની શરૂ થઈ ગઈ છે. ઓક્સફોર્ડમાં શિક્ષણ મેળવેલા પશ્તૂન લીડર ઈમરાને ૧૯૯૬માં તહેરીકે ઈન્સાફની રચના કરી હતી. ૧૯૯૨માં ઈમરાનના નેતૃત્વમાં પાકસ્તાનને વર્લ્ડકપ જીતવામાં સફળતા મેળવી હતી. રિવર્સ સ્વિંગના જનક તરીકે ગણાતા પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર સરફરાઝ નવાઝને ગુરુ માનીને દુનિયામાં રિવર્સ સ્વિંગ કિંગ તરીકેનો તાજ ઇમરાન ખાને જીત્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેÂમ્પયનશીપ જીતાડવામાં પણ ઇમરાને ભૂમિકા ભજવી હતી. ઇમરાન વડાપ્રધાન બનવાથી નિયાજી સમુદાય માટે ગર્વની બાબત છે. પશ્તુનો તરફથી કોઇ પ્રથમ વ્યÂક્ત વડાપ્રધાન બની છે. ઇમરાનની લાઇફ સંપૂર્ણપણે ફિલ્મી તરીકે છે જેમાં મોટા પરિવાર, સ્ટારડમ, વિવાદ, પોલિટીક્સ તમામ બાબત સામેલ છે. ઇમરાન ખાનની કેરિયર અને લાઇફની વાત કરવામાં આવે તો ૫મી ઓક્ટોબર ૧૯૫૨ના દિવસે ઇમરાનનો જન્મ થયો હતો. લાહોરમાં જન્મ થયા બાદ લાહોરમાં જ શિાક્ષણ મેળવ્યું હતું. મોડેથી ઇંગ્લેન્ડમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૯૭૫માં ઇમરાને ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના ટેબલ કોલેજથી રાજનીતિ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. ઇમરાનની માતા શૌકત ખાનમ બુરકી પરિવારમાંથી છે. ૧૬ વર્ષની વયમાં ઇમરાને પ્રોફેશનલ ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. ૧૯૬૮માં ફર્સ્ટક્લાસમાં ડેબ્યુ કરીને શરૂઆત કરી હતી. ૧૯૭૧માં ઇમરાનને ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. ૧૯૭૪માં આજ દેશ માટે પ્રથમ વનડે રમી હતી. ૧૯૮૨માં ઇમરાન ટીમનો કેપ્ટન બન્યો હતો. રિવર્સ સ્વિંગના કિંગ તરીકે ઇમરાને લોકપ્રિયતા મેળવી હતી. તેની ઓળખ એક ઓલરાઉન્ડર તરીકે થઇ હતી. ૧૯૮૭માં તેના નેતૃત્વમાં પાકિસ્તાનને વર્લ્ડકપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઇમરાને નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ પાકિસ્તાનના તત્કાલિન પ્રમુખ જનરલ જીયા ઉલ હકના આદેશથી નિવૃત્તિ પાછી ખેંચી હતી. ઇમરાનની વાપસી જારદાર રહી હતી. ૧૯૯૨માં પાકિસ્તાને વર્લ્ડકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ૧૯૯૨માં ૨૫મી માર્ચે ઇમરાને પોતાની છેલ્લી વનડે ઇંગ્લેન્ડ સામે રમી હતી. એટલે કે ઇંગ્લેન્ડની સામે શરૂ થયેલી પટકથા ઇંગ્લેન્ડ સામે જ પુરી થઇ હતી. ૧૯૯૨માં ઇમરાને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ઈમરાનની નવી ઈનિગ્સ હવે શરૂ થઈ ચુકી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY