ઘણાં બધા જટીલ પ્રશ્નો અંગે સંયુક્ત રીતે સમીક્ષા
સુરત, તા.૧૮
ગત તા.૧૬-૫-૨૦૧૯ના રોજ ગુરૂવારે ફેડરેશન ઓફ સુરત ટેક્ષ્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશન અને ફોગવા એસોસિએશનના અગ્રણી પદાધિકારીઓએ આવશ્યક બેઠક યોજી હતી તથા વસ્તુ અને સેવાકરના કાયદાના અમલના લગભગ બે વર્ષ બાદ વેપારની બગડતી સ્થિતિ ઘટતા ઉત્પાદન અને રોજગારની સાથે સાથે વર્તમાનમાં કપડાં ઉદ્યોગ ક્ષેત્રમાં નાણાંકીય ચૂકવણી, ધારાધોરણ, ઉત્પાદન, રોજગાર વગેરે ઘણાં જ્વલંત પ્રશ્નોની સમીક્ષા પ્રત્યે ચર્ચા વિચારણા કરી હતી. તથા નક્કી કરવામાં આવ્યું કે ટેક્ષ્ટાઈલના તમામ ઘટક ટ્રેડર્સ, વિવર્સ, પ્રોસેસર્સની સમન્વય સમિતિ બનાવી એક સંગઠીત બેઠક યોજી નિર્ણય લેવામાં આવે. જેનાથી વેપારમાં નક્કર નિર્ણયની સાથે પગલાં ભરી શકાય.સાથે જ કપડાં ઉદ્યોગમાં લેભાગુ છ માસથી નાણાંકીય ચૂકવણી ન મોકલનાર વેપારીઓ વિરૂદ્ધ પણ કડક પગલાં ભરી વેપારમાં નાણાંકીય ચૂકવણીની સ્થિતિમાં સુધારા માટે પણ રણનીતિ બનાવી શકાય તે માટે આગામી દિવસોમાં તમામ ઘટકોની બેઠક બોલાવી વેપારમાં આવી રહેલી તકલીફોને દૂર કરવા માટે કાર્ય કરી શકાય.
બેઠકમાં ફોસ્ટાના અધ્યક્ષ મનોજ અગ્રવાલ, મહામંત્રી ચંપાલાલ બોથરા, પુરૂષોત્તમ અગ્રવાલ, રંગનાથ શારદા તથા ફોગવાના અધ્યક્ષ અશોકભાઈ જીરાવાલા, હરિભાઈ કથીરિયા, આશિષભાઈ ગુજરતી તથા અન્ય અગ્રણીઅોએ ઉપસ્થિત રહી ચર્ચાવિચારણા કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




