ઇમરાન ખાનની ત્રીજી પત્ની સેનાની એજન્ટ : પાકિસ્તાની લેખક તારિક ફતહ

0
23

ઈસ્લામાબાદ,તા.૯
પાકિસ્તાનના નવા ચૂંટાઇ આવેલા વડાપ્રધાન ઇમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબીના સીધા સંબંધ સેના અને ગુપ્તચર એજન્સી ૈંજીં સાથે છે. આ દાવો કર્યો છે પાકિસ્તાનના લેખક તારિક ફતહએ. પાકિસ્તાનથી દેશનિકાલ ભોગવી રહેલા આ લેખક અને વિચારકનો દાવો છે કે વડાપ્રધાનની ત્રીજી બેગમ સેનાની એજન્ટ છે. પાકિસ્તાની સેનાએ કાવતરાના ભાગરૂપે વડાપ્રધાન સુધી પહોંચ બનાવી છે.
એક ભારતીય મીડિયા ચેનલ સાથે વાત કરતા તારિક ફતહ એ કહ્યું કે ઇમરાન ખાન માટે સેના અને આઇએસઆઇ સાથે સામનો કરવો અશક્્ય છે. ઇમરાન ખાન પર આરોપ મઢતા કહ્યું કે,‘ઇમરાન ખાનની સરકારમાં પાકિસ્તાન ‘દુનિયાનું ઇસ્લામિક સ્ટેટ’ બની જશે.
તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં સેના પહેલા પણ સક્રિય હતી. પરંતુ હવે બુશરા બીબી થકી સેનાની સીધી પહોંચ ઇમરાન ખાનના ઘર અને બેડરૂમ સુધી થઇ ગઇ છે. તેમણે દાવો કર્યો છે કે બુશરા બીબી સાથે લગ્ન કરી ઇમરાન ખાન સેનાની જાળમાં ફસાઇ ગયા છે. બુશરા બીબી અને ઇમરાન ખાનના લગ્નને સેનાએ જ પ્લાન્ટ કર્યા છે.
તારીકે ફતહ એ કહ્યું પાકિસ્તાનની કાયાપલટ ક્્યારે શક્્ય નથી. ઇમરાન ખાન ક્્યારે પાકિસ્તાનની સિકલ બદલી શકશે નહી. કારણકે તેમના હાથમાં કંઇ છે જ નહી. સેનાનું તેમના ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે. અને જા તેઓ સેનાની રેખા ઓળંગવાનો પ્રયત્ન કર્યો તો સેના તેમને ઉઠાવીને બહાર ફેંકી દેશે.
પાકિસ્તાનની ચૂંટણી પર બોલતા તારિક ફતહ એ નિષ્પક્ષ ચૂંટણી યોજવાના દાવાને મજાક બતાવતા કહ્યું આઝાદી બાદ તાત્કાલિક યોજાયેલી ચૂંટણી નિષ્પક્ષ રીતે નથી થઇ તો હવે શું થવાની! પાકિસ્તાનની ચૂંટણી પહેલાથી જ ફિક્સ હતી અને તેના થકી તે પરિણામો જ સામે આવ્યા જે સેના ઇચ્છતી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY