ન્યુ દિલ્હી,તા.૧૫
બ્રિટનમાં તૈનાત પાકિસ્તાનના હાઈ કમિશ્નર( ઉચ્ચાયુક્ત)સાહેબઝાદા અહમદખાન લંડનમાં યોજાયેલા એક એવોર્ડ સમારોહમાં પોતાની ઉટપટાંગ હરકતોના કારણે ચર્ચામાં આવ્યા છે.
સોશ્યલ મીડિયા પર વાયલર થયેલા વીડિયોમાં જાવા મળે છે કે સ્ટેજ પર ઉભા રહીને મહેમાનોનુ સ્વાગત કરી રહેલા અહમદ ખાનની જીભ પાકિસ્તાનના જાણીતા અભિનેતાઓનુ નામ લેતી વખતે લડખડાય છે.
સોશ્યલ મીડિયા પર લોકોનુ કહેવુ છે કે અહમદખાન નશામાં હોવાથી તેમની જીભ લડખડાય છે. બીજી તરફ તેમની આ હરકતથી ઈમરાનખાન સરકાર પણ નારાજ થઈ છે.આ મામલામાં હાઈ કમિશ્નરનો ખુલાસો પુછવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે લંડનમાં આંતરરાષ્ટ્રિય પાકિસ્તાન પ્રેસ્ટિજ એવોર્ડ સમારોહ યોજાયો હતો.જેમાં હાઈકમિશ્નર હાજર રહ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





