પીતા હોય તો ભલે પન વ્યવસ્થિત જગ્યાએ પીઓઃ બીજેપી સાસંદ

0
13

ભરૂચ,તા.૧૫
ભરૂચના સાંસદનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ એક મોટો લોચો માર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ભાગ બની કેમેરા સામે જ, ‘પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ’ બોલતા વિવાદ સર્જાયો છે.
આ ઘટનાને કારણે સાંસદ મનસુખ વસાવાના નિવેદનના કારણે વિવાદ વકર્યો છે. સાંસદના આવા નિવેદનથી એવું લાગી રહ્યુ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ દારૂનું વેચાણ થઈને ખુલ્લેઆમ દારૂ પીવાય છે. છતાં તંત્ર કે સરકાર કોઈ પગલા લેતી નથી.
તમને જણાવી દઈએ કે, ભરૂચમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવા પણ જાડાયા હતા. જે દરમિયાન સફાઇ દરમિયાન તેમની હાથમાં દેશી દારૂની પોટલી આવતા મજાકના મુડમાં બોલ્યા કે પીતા હોય તો ભલે પન્ વ્યવસ્થિત જગ્યાએ પીઓ, આ વકય્ બોલતા જ તેઓ કેમેરામાં કેદ થયા હતા. અને ત્યારબાદ ત્યાં બધાને ખબર પડી હતી કે આ નિવેદન કેમેરામાં કેદ થયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY