ઈસ્લામાબાદ/માસ્કો,તા.૯
અમેરિકા સાથેના ઇસ્લામાબાદના સંબંધો ખાટા થયા હોવાની અધવચ્ચે પાકિસ્તાન અને રશિયા વચ્ચે લશ્કરી સંબંધ વધુ દૃઢ બનાવવાના કરાર પર બંને દેશે સહી કર્યા પછી પહેલી વાર પાકિસ્તાની સૈનિકોને રશિયન લશ્કરી ઇન્સ્ટિટયૂટમાં તાલીમ આપવામાં આવશે. રશિયા-પાકિસ્તાન વચ્ચેની સંયુકત લશ્કરી ક્ધસલ્ટેટિવ કમિટીની પહેલી બેઠકના અંતે મંગળવારે બંને દેશે કરાર પર સહી કરી હતી.
બંને દેશે આરએએફ (રશિયન ફેડરેશન) ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પાકિસ્તાની સભ્યોને તાલીમ આપવાના કરાર પર સહી કરવામાં આવી હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું. રશિયા-પાકિસ્તાન જાઇન્ટ મિલિટરી ક્ધસલ્ટેટિવ કમિટી (જેએમસીસી)ની પહેલી બેઠકમાં હાજરી આપવા રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન કર્નલ જનરલ ઍલેકઝાન્ડર વી ફોમિન ૬-૭ આૅગસ્ટે પાકિસ્તાન ગયા હતા.
લેફ. જનરલ (નિવૃત્ત) ઝામીર ઉલ હાસન શાહના નેતૃત્વમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળે બેઠકમાં હાજરી આપી હતી. બેઠક પહેલાં રાવલપિંડીના સંરક્ષણ મંત્રાલયમાં બેઠક યોજાતા પહેલાં રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન અને સચિવને મળ્યા હતો.
બંને દેશે સંરક્ષણ સંબંધો મજબૂત બનાવવા અને પરસ્પરનો સહકાર આગળ વધારવાના મુદ્દે હાલની પરિસ્થિતિની ચર્ચા કરી હતી. પાકિસ્તાને રશિયા સાથે લશ્કરી સંબંધ વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી. રશિયાએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પાકિસ્તાનને ચાર એમઆઈ-૩૫ કોમ્બેટ અને કાર્ગો હૅલિકોપ્ટર પાકિસ્તાનને આપ્યાં છે અને બંને દેશો વચ્ચે ‘ફ્રેન્ડશિપ’ કોડ નેમ હેઠળ સંયુકત લશ્કરી કવાયત પણ યોજાઈ ચૂકી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




