તુ ૧૪ લોકોને ભરખી ગયો કહી યુવકે હાર્દિક પટેલને મારી ‘થપ્પડ’

0
8

સુરેન્દ્રનગર,તા.૧૯
સુરેન્દ્રનગરના બલદાણામાં જન આક્રોશ સભામાં ભાષણ કરી રહેલા કોંગેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ચઢીને તું ૧૪ લોકોને ભરખી ગયો છે તેમ કહીને લાફો ઝીંકી દેતાં ચકચાર મચી ગઇ છે. પાસના કન્વીનર અને તાજેતરમાં કોગ્રેસમાં જાડાયેલા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક છે. આજે સવારે સુરેન્દ્રનગરમાં આવેલ બલદાણામાં હાર્દિક જન આક્રોશ સભા સંબોધતા હતા ત્યારે સ્ટેજ પર એક યુવક દોડી આવ્યો હતો અને ભરસભામાં હાર્દિકને લાફો ઝીંકી દીધો હતો.
સ્ટેજ ઉપર હાજર કોંગ્રેસના કાર્યકરોએ યુવકને ઝડપી લીધો હતો અને માર મારવાનું શરૂ કર્યું હતું. પોલીસ યુવકને લઇ જતી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને લોકોએ તેને ઢોરમાર મારીને તેનાં કપડાં પણ ફાટી નાખ્યાં હતાં. પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો. પોલીસની હાજરી હોવાછતાં તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો. હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરુણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહીશ છે. હુમલા બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. હાર્દિકના કહેવા પ્રમાણે તેણે ફક્ત જાણવાજાગ અરજી આપી છે.
આ ઘટના બાદ સુરેન્દ્રનગર એસપીએ એક પત્રકાર પરિષદ કરી હતી, તેમાં તેમને મોટો ખુલાસા કર્યા હતા. પોલીસ જ્યારે તરૂણ મિસ્ત્રીને આ ઘટના વિશે પુછપરછ કરી રહી હતી ત્યારે તેને પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોલીસે તરૂણને હાર્દિકને લાફો મારવાનું કારણ પુછ્યું તો, તેને કહ્યું હતું કે, હાર્દિક પટેલે તેના સમાજ માટે સારા કામ કર્યા છે. હાર્દિકની જ્યારે ૨૦૧૫માં અમદાવાદમાં અનામત માટે મોટું આંદોલન કર્યું હતું, ત્યારે મારી પત્ની પ્રેગ્નેટ હતી. હાર્દિકના આંદોલનના કારણે મારી ગર્ભવતી પત્ની સાથે હું ઘણી વખત હેરાન થયો છું. મારી પત્નીની દવા ચાલતી હતી, એક બાજુ હાર્દિકના આંદોલનના કારણે મારી પત્નીને મિસ કેરેજ થતું થતું રહી ગયું હતું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ ગજ્જરે હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ. ૧૪ પાટીદાર શહીદ થયા. એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય. અમે કેટલા હેરાન થયા. હાર્દિક પટેલ ગુજરાતનો હિટલર હોય તેવુ શાસન કરવા માંગે છે. પણ આમ પબ્લિકનું શું થાય.
તરુણ મિસ્ત્રીએ કહ્યું કે, હાર્દિક કહે એટલું જ થાય ગુજરાતમાં. એના સમાજમાં કેવા સારા સારા લોકો છે. એ પોતાને ગુજરાતનો હિટલર સમજે છે. મને હાર્દિક પ્રત્યે કંઈ જ નથી. હાર્દિકના વિચારો બાળકોને, છોકરાઓને ગેરમાર્ગે દોરે તેવા છે. તેથી તેનો વિરોધ છે. મારા છોકરાને તકલીફ પડે એટલે આવુ કર્યું. આ કામ મેં જાતે કર્યું છે. આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY