પાકિસ્તાન સરકાર પર સેનાનું પ્રભુત્વ છે : પાક.પૂર્વ વડાપ્રધાન

0
22

ઈસ્લામાબાદ,તા.૨૫
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ઈમરાન ખાન સરકારની વાસ્તવિકતા જણાવતા કહ્યું છે કે, પાકિસ્તાન સરકાર પર સેનાનું પ્રભુત્વ છે. અબ્બાસીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનની સેના ત્યાંના રાજકારણ અને રાજકીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં દખલ કરે છે.શાહિદ ખાકાન અબ્બાસી પાકિસ્તાન મુસ્લિમ લીગના (પીએમએલ-નવાઝ) નેતા છે. અને જૂન ૨૦૦૮માં યોજાયેલી ચૂંટણીઓમાં તેમના ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેના લીધે વિવાદ પણ સર્જાયો હતો. એ સમયે પણ પીએમએલના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાનની સેના દેશની આંતરિક બાબતોમાં દખલ કરી રહી છે.
નવાઝ શરીફ, તેમની દીકરી મરિયન નવાઝ અને જમાઈ કેપ્ટન સફદરનો જેલમાંથી છુટકારો થયાના થોડા દિવસ થયા છે ત્યારે પૂર્વ પીએમ શાહિદ અબ્બાસીએ ફરીવાર આરોપ લગાવ્યો છે અને જણાવ્યું છે કે, પાકિસ્તાનના રાજકારણમાં ત્યાંની સેના મુખ્ય ખેલાડીનો ભાગ ભજવી રહી છે. સ્થાનિક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં શાહિદ અબ્બાસીએ કહ્યું કે, ‘મીડિયા પર નિયંત્રણ મુકવામાં આવી રહ્યું છે’.
જાકે પાકિસ્તાની સેનાએ હમેશા એ વાતથી ઈનકાર કર્યો છે અને જણાવ્યું છે કે, પાકિસ્તાનના રાજકારણમાં સેના કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરતી નથી. હાલમાં જ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના એક સપ્તાહ પહેલાં પત્રકારો સાથે વાતચીત કરવા દરમિયાન ડીજી આઈએસપીઆર આસિફ ગફૂરે કહ્યું હતું કે, ‘ચૂંટણીમાં સેનાની કોઈ જ પ્રત્યક્ષ ભૂમિકા નથી’.
અબ્બાસીએ કહ્યું કે, નવાઝ શરીફ અને તેમના પરિવારને જેલમાંથી છોડાવવા માટે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી. અબ્બાસીએ કહ્યું કે, ‘અમે અમારી રાજકીય નીતિઓ સાથે ક્્યારેય સમાધાન નહીં કરીએ’.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY