અમદાવાદ,તા.૨૫
જીએસટીના પ્રેકિટશનર તરીકે કામ કરવા માટે હવે પ્રેકિટશનરે NACIN (નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ એન્ડ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ) પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરાયું છે. ચાલુ નાણાકીય વર્ષથી આ પરીક્ષા જેમણે પાસ કરી હશે તે પ્રેકિટશનર જ જીએસટીની પ્રેકિટસ કરી શકશે.
૩૧ ઓક્ટોબરે NACINની પરીક્ષા યોજાશે, તેના માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ચુકવ્યા છે. આ પરીક્ષામાં પ્રેકિટશનરે ૫૦ ટકા માર્ક્સ ફરજિયાત મેળવવાના રહેશે. પરીક્ષા માટેની રજિસ્ટ્રેશન ફી રૂ. ૨૫૦૦ ઓનલાઈન ભરવાની રહેશે.
બે કલાકની પરીક્ષા હશે, જેનો સમય ૧થી ૧.૩૦નો રહેશે. પરીક્ષામાં કુલ ૨૦૦ એમસીક્યુ હશે, જેનાથી ક્વોલિફાય થવા માટે ઉમદવારે ૫૦ ટકા માર્ક્સ એટલે કે ૧૦૦ માર્ક્સ લાવવાના રહેશે.
પરીક્ષામાં સીજીએસટી, આઇજીએસટી, એનજીએસટી, યુજીએસટીને લગતા પરિપત્રો અને નોટિફિકેશન આધારિત પ્રશ્નો પુછાશે. આ પરીક્ષા પાસ કર્યા પછી ૫ વર્ષ સુધી પ્રેકિટશનર તરીકે કામ કરી શકાશે. ટેક્સ પ્રેકિટશનર એક્સાઈઝના નિવૃત્ત અધિકારી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ સેક્રેટરી તમામે આ પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે. પ્રેકિટશનરે ત્યાર પછી પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર તેની સાથે રાખવું પડશે અને જરૂરી દસ્તાવેજામાં તેની નકલ અથવા નંબર લખવો પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



