પાક.આર્મીએ આઈએસઆઈની મદદથી ૨૦૦થી વધુ એન્ટી થર્મલ જેકેટ્‌સ ખરીદ્યા

0
8

ન્યુ દિલ્હી,તા.૯
ભારતમાં આતંક મચાવવા પાકિસ્તાન રોજે રોજ નવા પેંતરા ઘડી કાઢે છે. ત્યારે વધુ એક પાકિસ્તાનના શાણપણની વિગત બહાર આવી છે. હવે ભારતમાં ઘૂસણખોરી કરવા માટે પાકિસ્તાન આર્મીએ ૈંજીંની મદદથી ૨૦૦થી વધુ એન્ટી થર્મલ જેકેટ્‌સ ખરીદ્યા છે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, એન્ટી થર્મલ જેકેટ્‌સ દ્વારા આતંકીઓ ઘૂસણખોરી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન સીમા પર લાગેલી થર્મલ ડિવાઈસને ચકમો આપવા ૈંજીંએ આતંકીઓને એન્ટી થર્મલ જેકેટ્‌સ આપ્યા છે. આ જેકેટ્‌સની ખાસ વાત એ છે કે આતંકીઓ આ જેકેટ્‌સને પહેરીને આરામથી દેશની સીમામાં દાખલ થઈ શકે છે.
ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે વિવિધ પેંતરા અજમાવી રહ્યાં છે. ત્યારે બોર્ડર સિક્્યોરિટી ફોર્સને આંતરરાષ્ટÙીય સીમા પાસેથી હેન્ડ હેલ્ડ થર્મલ ઈમેજ દ્વારા એક વીડિયો પણ મળ્યો છે.
વીડિયોમાં જણાય છે કો પાકિસ્તાની આતંકીઓ ઘૂસણખોરી માટે આવા કપડાઓનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ વીડિયો બહાર આવ્યા બાદ બોર્ડર સિક્્યોરિટી ફોર્સની ટેકનીકલ ટીમ તપાસમાં લાગી ગઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY