ન્યુ દિલ્હી,તા.૯
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટર પર લોકોની મદદ કરવા માટે જાણીતા છે. જાકે, તેમની સામે અનેકવાર વિચિત્ર અને તેમના વિભાગને લગતા ન હોય તેવી સમસ્યાઓ પણ મૂકવામાં આવતી હોય છે. એવામાં તેઓ હળવા અંદાજમાં તેનો જવાબ આપે છે. હાલમાં જ આવો જ એક મામલો સામે આવ્યો છે. મૂળે, Âટ્વટર પર સુશીલ કેઆર રાય નામની વ્યક્તિએ પૂછ્યું, “શું બાલી જવું સુરક્ષિત રહેશે? ૧૧-૦૮-૧૮થી ૧૭-૦૮-૧૮ની વચ્ચે જવાની યોજના બનાવી છે. શું આપણી સરકાર તરફથી કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે?” તેની પર સુષ્મા સ્વરાજે પોતાના જવાબમાં લખ્યું, “મારે ત્યાં જ્વાળામુખી સાથે ચર્ચા કરવી પડશે.
ઈન્ડોનેશિયામાં ૨૮ જૂનના રોજ માઉન્ટ આગુંગ જ્વાળામુખી વિસ્ફોટની રાખથી બાલી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેના કારણે ૨૩૯ ડોમેસ્ટિક અને ૨૦૭ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. દ્વિપના પૂર્વમાં માઉન્ટ આગુંગ દેશના મોટાભાગના પર્યટક સ્થળોથી દૂર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





