સર્જિકલ સ્ટ્રાઈક-ડે મનાવશે કાશ્મીરની સ્કૂલો,વિપક્ષે લીધો મોદી સરકારનો ઉધડો

0
26

શ્રીનગર,તા.૨૮
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના શિક્ષણ વિભાગને એ સુનિશ્વિત કરવા માટે કહ્યું છે કે, દરેક સ્કૂલોમાં સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠની ઉજવણી થાય. પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા પરિપત્રની એક તસવીર ટ્‌વીટ કરી છે. આ પરિપત્રમાં રાજ્યના દરેક સ્કૂલોમાં આ કાર્યક્રમનું આયોજન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, પુરાવા તરીકે કાર્યક્રમની તસવીરો અને વીડિયો સાથે રિપોર્ટ પણ મોકલો.
સ્કૂલોને ૨૮થી લઇને ૩૦ સપ્ટેમ્બર સુધી સેનાની બહાદુરીની ઉજવણીનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિપત્રમમાં આ કાર્યક્રમ દરમિયાન કઇ પ્રવૃત્તિ કરવી એની પણ યાદી મોકલી છે. પરિપત્ર પ્રમાણે સ્કૂલ વિદ્યાર્થીઓ સેના પ્રત્યે સમર્થન વ્યક્ત કરતા પત્રો લખે અને કાડ્‌ર્સ બનાવે.
પરિપત્રમાં કહ્યું છે કે, “દરેક સ્કૂલોમાં નેશનલ કેડેટ કોર યુનિટની સ્પેશિયલ પરેડનું આયોજન કરવામાં આવે અને બહાદુર અને અનુભવી સૈનિકોને મોટિવેશનલ લેક્ચર કરાવવામાં આવે. શિક્ષણ વિભાગે આ ઉપર નજર રાખવા માટે અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જે તસવીરો અને વીડિયોની સાથે વિભાગને એક પાનાનો રિપોર્ટ આપશે.
ઉલ્લેખનીય છે કે, જમ્મી કાશ્મીર શિક્ષા વિભાગને પહેલા યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન અને દેશભરના એજ્યુકેશન ઇસ્ટ્રીટ્યુટ્‌સને સર્જિકલ સ્ટ્રાઇક ડે ઉજવવા માટે કહી ચુકી છે. યુજીસીએ કહ્યું કે, તેમનો પરિપત્ર માત્ર સલાહ આપવા માટે છે નહીં કે, આદેશ આપવા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY