અનુપમ ખેરે એફટીઆઈઆઈના ચેયરમેન પદેથી રાજીનામુ આપ્યુ

0
6

ન્યુ દિલ્હી,તા.૩૧
અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના ચેયરમેન પદથી રાજીનામુ આપી દીધુ છે. રાજીનામું તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય ટીવી શો માટે આપ્યુ છે. તેમણે કહ્યું કે એફટીઆઈઆઈની જવાબદારીના કારણે તેઓ આને ફોકસ નથી કરી શકતા. ખેરને ઓક્ટોબર ૨૦૧૭માં એફટીઆઈઆઈના ચેયરમેન બનાવ્યા હતા.
અનુપમ ખેર એક આંતરરાષ્ટ્રીય ટીવી સીરીઝ સાથે જાડાયેલા છે. તેમનું કહેવુ છે કે તેમની પાસે એફટીઆઈઆઈને આપવા માટે બહુ સમય નથી આ કારણે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. અનુપમ ખેર અમેરિકી મેડીકલ ડ્રામા સીરીઝ ન્યુ એમ્સ્ટર્ડમમાં ડો. અનિલ કપૂરની ભૂમિકા ભજવી રહ્યા છે.
અનુપમ ખેરે રાજીનામું આપતા કહ્યું કે તેમણે આંતરરાષ્ટ્રીય શોને ચાર મહિના વધારે આગળ વધારી દીધો છે. આ કારણે તેમને ત્રણ મહિના અમેરિકામાં જ રહેવું પડશે. તેઓ ૬ મહિનાથી અમેરિકામાં છે. આવામાં તેઓ સંસ્થાના મેનેજમેન્ટ અને બાળકોને સમય નથી આપી શકતા. આ કારણે એફટીઆઈઆઈના ચેયરપર્સનની જવાબદારીમાંથી મુકત થવા ઈચ્છે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY