એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ, ૫ સ્કૂલોને નોટિસ ફટકારાઈ

0
35

વડોદરા,તા.૨૯
સુરતમાં અગ્નિકાંડની ઘટના બાદ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શહેરની સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સ્કૂલોમાં ફાયર સેફ્ટીની અપુરતી સુવિધા જણાઇ આવતા ૫ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી હતી.
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અવની બારોટે જણાવ્યું હતું કે, સુરતની ઘટનાનું વડોદરા શહેર-જિલ્લાની સ્કૂલોમાં પુનરાવર્તન ન થાય તે માટે આજથી ૬ ટીમો બનાવીને ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરાની જીવન સાધના હાઇસ્કૂલની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, સરદાર વિનય, જી.ડી. બધિર અને જલારામ હાઇસ્કૂલ સહિત વિવિધ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધા હતી. પરંતુ કેટલીક સ્કૂલોમાં સિસ્ટમ કાર્યરત ન હોવાનું જણાઇ આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY