રાજકોટ,તા.૨૮
શહેરમાં ૪૩ ડિગ્રી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીને લઈને લોકો ત્રસ્ત બન્યા છે. આજે મોટાભાગના શહેરોના તાપમાન ૪૨થી ૪૪ ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યાં છે. આ સાથે જ બપોરના સમયે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યાં છે. રાજકોટમાં આગામી દિવસોમાં પણ ગરમીનો તાપમાન વધે તેવી શક્યતા છે. જેથી ૧૨થી ૪ વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવાની તંત્રએ સૂચન કર્યું છે અને બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવાનું પણ જણાવ્યું છે.
રાજકોટમાં ૪૩ ડિગ્રી તાપમાન, જૂનાગઢમાં ૪૪ ડિગ્રી, મોરબીમાં ૪૩ ડિગ્રી, અમરેલીમાં ૪૪ ડિગ્રી, ભાવનગરમાં ૪૨ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ભાવનગરના પાણીતાણાના નાની રાજસ્થળી ગામે ગરમીના કારણે એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



